કૉમેડિયન સુનીલ ગ્રોવરે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે જમીન પર બેસીને દેશી અંદાજમાં ચૂલા પર રોટલી બનાવતો જોવા મળે છે. આ વિડિયોમાં સુનીલ માથા પર ટોપી પહેરીને જમીન પર બેઠો છે અને બાજુમાં ચૂલો સળગી રહ્યો છે.
સુનીલ ગ્રોવર ચૂલા પર એકદમ ગોળ રોટલી બનાવવામાં એક્સપર્ટ
કૉમેડિયન સુનીલ ગ્રોવરે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે જમીન પર બેસીને દેશી અંદાજમાં ચૂલા પર રોટલી બનાવતો જોવા મળે છે. આ વિડિયોમાં સુનીલ માથા પર ટોપી પહેરીને જમીન પર બેઠો છે અને બાજુમાં ચૂલો સળગી રહ્યો છે. સુનીલ બહુ શાંતિથી ચૂલા પર રોટલી શેકી રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે તે જે રોટલી બનાવી રહ્યો છે એ એકદમ ગોળ અને પર્ફેક્ટ હતી. સુનીલની આવી રોટલીઓ જોઈને ફૅન્સ તેને માટે ગર્વ અનુભવી રહ્યા છે.


