શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા ઘણી વાર સાથે જોવા મળ્યાં છે
સુહાના ખાન
સુહાનાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર ગોલ્ડન ગાઉનમાં પોતાની તસવીર શૅર કરી હતી. સુહાના આ ગાઉનમાં બહુ સરસ દેખાતી હતી. સુહાનાનો આ લુક તેના મિત્રો અને ચાહકોને બહુ ગમ્યો હતો. તેના આ ફોટો પર કરણ જોહર, અનન્યા પાંડેની માતા ભાવના પાંડે સહિત ઘણા લોકોએ કમેન્ટ કરી હતી; પણ એમાં બૉયફ્રેન્ડ અગસ્ત્ય નંદાની મમ્મી શ્વેતા બચ્ચન નંદાની કમેન્ટ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શ્વેતાએ સુહાનાના લુક પર પ્રેમભરી ઇમોજી સાથે ‘બ્યુટી’ લખ્યું હતું. સુહાનાએ પણ એનો પ્રેમભરી ઇમોજી સાથે જવાબ આપ્યો હતો.
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા ઘણી વાર સાથે જોવા મળ્યાં છે અને તેઓ રિલેશનશિપમાં છે એવી ચર્ચા છે. બન્ને સાથે ક્રિસમસ ઊજવતાં, રજા ગાળતાં અને ડિનર-ડેટ પર સાથે જોવા મળ્યાં છે. જુલાઈ ૨૦૨૪માં તેઓ લંડનમાં સાથે પાર્ટી કરતાં પણ જોવા મળ્યાં હતાં. એ સમયે એક ફોટોગ્રાફરે તેમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો જે ઝડપથી વાઇરલ થયો હતો. સુહાના અને અગસ્ત્યે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધી આર્ચીઝ’માં સાથે કામ કર્યું હતું અને ત્યાંથી તેમનું અફેર શરૂ થયું હતું એવી ચર્ચા છે.

