શાહરુખની દીકરીનો એક લેટેસ્ટ ફોટો જોઈને ઊપડી આવી ચર્ચા
વાઇરલ સ્ક્રીનશૉટ
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ‘ધી આર્ચીઝ’થી બૉલીવુડમાં આવી તો ગઈ છે, પણ તેને ધારી સફળતા નથી મળી. તે પોતાની ઍક્ટિંગને કારણે તો સોશ્યલ મીડિયામાં ટ્રોલ થાય જ
છે અને હાલમાં પોતાના સ્કિન-ટોનના કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી.
હાલમાં એક વાઇરલ સ્ક્રીનશૉટમાં સુહાનાની ત્વચાનો ટોન તેના રેગ્યુલર સ્કિન-ટોન કરતાં ઘણો ઊજળો લાગતો હતો, જેના કારણે તે સ્કિન-લાઇટનિંગ ટ્રીટમેન્ટ કરાવતી હોવાની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. સુહાના નાનપણથી તેના ડસ્કી કૉમ્પ્લેક્શનને કારણે ચર્ચાનો, ટીકાનો ભોગ બને છે પણ તેણે હંમેશાં એની અવગણના કરીને શાંત રહેવાનું યોગ્ય સમજ્યું છે.
ADVERTISEMENT
આ સંજોગોમાં ફરી એક વાર સુહાના તેના સ્કિન-ટોનના કારણે ટ્રોલર્સનો ટાર્ગેટ બની ત્યારે તેણે તો કંઈ ન કહ્યું પણ તેને મોટું સુખદ આશ્ચર્ય મળ્યું. આ વખતે સોશ્યલ મીડિયામાં તેને અનેક નેટિઝન્સનો ટેકો મળ્યો. તેમણે સ્કિન-ટોનના કારણે સુહાનાને ટાર્ગેટ કરતા ટ્રોલર્સને ઑનલાઇન બરાબર ઝાટકી નાખ્યા અને સુહાનાને ટેકો આપ્યો.
૨૦૨૦માં સુહાનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સ્ક્રીનશૉટ શૅર કર્યો હતો જેમાં તેને ‘અગ્લી’ અને ‘કાળી’ કહેવામાં આવી હતી. એ સમયે સુહાનાએ સમાજમાં પ્રવર્તતી સ્કિન-ટોન વિશેની વિચારધારા વિશે સંવેદનશીલ મેસેજ લખીને કહ્યું હતું કે તે જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારથી તેના સ્કિન-ટોન વિશે સ્ત્રીઓ અને પુરુષો બન્નેનાં મેણાંટોણા સાંભળતી આવી છે.

