હાલમાં ઍક્ટર સુધાંશુ પાંડેએ સોશ્યલ મીડિયા પર ગાયિકા આશા ભોસલે સાથેની તસવીર શૅર કરી છે જેમાં તેમની વચ્ચેનું બૉન્ડિંગ સ્પષ્ટ નજરે ચડે છે. આ તસવીરમાં સુધાંશુએ કૅપ્શનમાં લખ્યું છે કે ‘લેજન્ડ ક્યારેય થાકતા નથી અને રિટાયર્ડ થતા નથી.
સુધાંશુ પાંડે અને આશા ભોસલે
હાલમાં ઍક્ટર સુધાંશુ પાંડેએ સોશ્યલ મીડિયા પર ગાયિકા આશા ભોસલે સાથેની તસવીર શૅર કરી છે જેમાં તેમની વચ્ચેનું બૉન્ડિંગ સ્પષ્ટ નજરે ચડે છે. આ તસવીરમાં સુધાંશુએ કૅપ્શનમાં લખ્યું છે કે ‘લેજન્ડ ક્યારેય થાકતા નથી અને રિટાયર્ડ થતા નથી. પ્રેમથી અમે બધા તેમને આઈ કહીએ છીએ પણ તેઓ બધાનાં માઈ છે.’
ચર્ચા છે કે સુધાંશુની આ પોસ્ટ તેના આગામી મ્યુઝિક-પ્રોજેક્ટ તરફ ઇશારો કરે છે, કારણ કે આ પોસ્ટમાં ‘બૅન્ડ ઑફ બૉય્ઝ’ હૅશટૅગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાણાકીય સમસ્યાઓને કારણે બંધ થઈ ગયેલું આ બૅન્ડ રિવાઇવ થવા જઈ રહ્યું છે. આ બૅન્ડમાં આશા ભોસલેનો પૌત્ર ચિંટુ ભોસલે પણ છે. ચર્ચા છે કે તેમના આગામી મ્યુઝિક-આલબમમાં આશા ભોસલે પણ કદાચ પોતાનો અવાજ આપશે, પણ આ આલબમ વિશે હજી કોઈ વિગતો જાહેર થઈ નથી.


