આલિયા ભટ્ટ અને વરુણ ધવન પછી હવે સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે પણ બેબી ગર્લનું આગમન
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર, વરુણ ધવન અને નતાશા દલાલ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી
૨૦૧૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ લીડ રોલ ભજવ્યા હતા. આ ફિલ્મને કારણે આ ત્રણેય નવોદિતો બૉલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે. આ સ્ટાર્સમાંથી આલિયા અને વરુણ બન્ને એક-એક દીકરીના પેરન્ટ્સ બની ચૂક્યાં છે અને સિદ્ધાર્થના ઘરે પણ દીકરીનો જન્મ થતાં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના ત્રણેય સ્ટાર્સ હવે એક દીકરીનાં માતા અને પિતા બની ગયાં છે.

