અભિષેક પંદરમી ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી ‘સ્ત્રી 2’માં જોવા મળી રહ્યો છે
અભિષેક બૅનરજી
અભિષેક બૅનરજી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (IAS) ઑફિસર બને એવી તેના પિતાની ઇચ્છા હતી. અભિષેક પંદરમી ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી ‘સ્ત્રી 2’માં જોવા મળી રહ્યો છે. પિતાના સપના વિશે વાત કરતાં અભિષેકે કહ્યું કે ‘મારા પિતા હંમેશાંથી ઇચ્છતા હતા કે હું IAS ઑફિસર બનું. જોકે મારી ઇચ્છા પહેલેથી ઍક્ટિંગ કરવાની હતી. ‘સ્ત્રી 2’માં મારું પાત્રને જોઈને લાગે છે કે મારા પિતાનું સપનું ક્યારેય મારાથી દૂર થયું જ નહોતું. મારા પિતાએ મારા માટે જે સપનું જોયું હતું એવું જ મારું પાત્ર છે. મારા પિતા અને હું આ પાત્રને લઈને ઘણું હસ્યા હતા કે તેમના સપનાને પૂરું કરવા માટે મેં એક યુનિક રસ્તો શોધી કાઢ્યો. રિયલમાં નહીં તો સ્ક્રીન પર પણ હું બન્યો ખરો.’