ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીની પ્રિયંકા ચોપડા અને મહેશ બાબુની ફિલ્મનું નામ અત્યાર સુધી સત્તાવાર રીતે જાહેર નથી કરવામાં આવ્યું
પ્રિયંકા ચોપડા, મહેશ બાબુ
ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીની પ્રિયંકા ચોપડા અને મહેશ બાબુની ફિલ્મનું નામ અત્યાર સુધી સત્તાવાર રીતે જાહેર નથી કરવામાં આવ્યું, પણ બે મહિના પહેલાં આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ થયો હતો. હવે એક રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું નામ ‘વારાણસી’ ફાઇનલ કરી દેવામાં આવ્યું છે અને હવે નવેમ્બરમાં ફિલ્મનું ટીઝર રિલીઝ થશે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મની વાર્તા એવા પ્રવાસીની છે જે વિશ્વભરમાં ફરે છે. આ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદના રામોજી ફિલ્મસિટીમાં લગભગ ૫૦ કરોડ રૂપિયાની કિંમતે બનારસનો એક ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે. એ માટે મહિનાઓની મહેનતથી આ સેટને કાશીના શહેરનું રૂપ આપવામાં આવ્યું છે. હકીકતમાં એસ. એસ. રાજામૌલી ફિલ્મને વારાણસીમાં જ શૂટ કરવા માગતા હતા, પણ ભીડથી બચવા અને સુરક્ષાના કારણસર આખરે વારાણસીનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો.


