આંધ્ર પ્રદેશમાં જન્મેલા શ્રીકાંત જન્મથી જ જોઈ નહોતા શકતા. તેમનું બાળપણ ખૂબ તકલીફમાં પસાર થયું હતું.
રાજકુમાર રાવની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘શ્રીકાંત`ની તસવીર
રાજકુમાર રાવની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘શ્રીકાંત’ના ત્રણ દિવસના કલેક્શનમાં વધારો નોંધાયો છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાની લાઇફ પર પ્રકાશ પાડે છે. આંધ્ર પ્રદેશમાં જન્મેલા શ્રીકાંત જન્મથી જ જોઈ નહોતા શકતા. તેમનું બાળપણ ખૂબ તકલીફમાં પસાર થયું હતું. પરિવાર આર્થિક રીતે સધ્ધર નહોતો. ઘણી તકલીફમાંથી પસાર થયા બાદ પણ શ્રીકાંત નાસીપાસ થયા નહીં અને આજે તેમણે જે સફળતા અને સિદ્ધિ મેળવી છે એ લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમની લાઇફની જર્નીને રાજકુમારે ફિલ્મમાં સચોટ રીતે સાકાર કરી છે. ફિલ્મના કલેક્શન પર નજર નાખીએ તો રવિવારના બિઝનેસમાં થોડો વધારો થયો હતો. શુક્રવારે ૨.૪૧ કરોડ, શનિવારે ૪.૨૬ કરોડ અને રવિવારે ૫.૨૮ કરોડ મળીને કુલ ૧૧.૯૫ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.
રાજકુમારની ટૉપ ફાઇવ ફિલ્મોએ પહેલા વીક-એન્ડમાં કરેલો બિઝનેસ |
|
ફિલ્મ |
કલેક્શન (કરોડમાં) |
સ્ત્રી |
૩૧.૨૬ |
જજમેન્ટલ હૈ ક્યા |
૧૯ |
રૂહી |
૧૨.૫૮ |
શ્રીકાંત |
૧૧.૯૫ |
એક લડકી કો દેખા તો ઐસા લગા |
૧૧.૮૩ |

