અયોધ્યાની વાઇરલ પોસ્ટ વિશે સોનુ નિગમનો શૉકિંગ ખુલાસો...
સોનુ નિગમ
સોનુ નિગમના અયોધ્યાના ટ્વીટને લઈને ખૂબ ચર્ચા ચાલી હતી, પરંતુ એ ટ્વીટ તેણે કરી જ નહોતી. સોનુ નિગમે સાત વર્ષ પહેલાં ટ્વિટર છોડી દીધું હતું. BJPની અયોધ્યામાં હાર થઈ હોવાથી તેના નામે એક ટ્વીટ વાઇરલ થયું હતું જેમાં તેણે અયોધ્યાવાસીઓનો ક્લાસ લીધો હતો.
ADVERTISEMENT
સિંગર સોનુ નિગમના નામે વાઇરલ થયેલું ક્રિમિનલ લૉયર સોનુ નિગમ સિંહનું ટ્વીટ
આ ટ્વીટને લઈને તેને ટ્રોલ કરવામાં આવતાં સોનુ નિગમ કહે છે, ‘મને આશ્ચર્ય થાય છે કે લોકો કઈ રીતે મને એ વ્યક્તિ સમજી બેઠા છે. લોકોએ એ અકાઉન્ટ ચેક કરવાની કે એનાં ડિસ્ક્રિપ્શન વાંચવાની જરૂરિયાત પણ નહોતી સમજી. એ અકાઉન્ટનું નામ સોનુ નિગમ સિંહ છે તેમ જ તે બિહારનો ક્રિમિનલ લૉયર છે એમ પણ તેણે લખ્યું છે. આ જ કારણસર મેં ૭ વર્ષ પહેલાં ટ્વિટર છોડી દીધું હતું. મને સેન્સેશનલ પૉલિટિકલ સ્ટેટમેન્ટ આપવાનું બિલકુલ ગમતું નથી. હું ફક્ત મારા કામ પર ફોકસ કરું છું. જોકે આ ઘટના ખૂબ ગંભીર છે. ફક્ત મારા માટે જ નહીં, મારી ફૅમિલીની સેફ્ટી માટે પણ.’
આ સોશ્યલ મીડિયા અકાઉન્ટને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓ ફૉલો કરી રહ્યા છે.