સોનાક્ષીનો વર્કિંગ બર્થ-ડે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોનાક્ષી સિંહાના કહેવાતા બૉયફ્રેન્ડ ઝહીર ઇકબાલે તેની સાથેના કેટલાક ફોટો શૅર કરીને બર્થ-ડે વિશ કર્યું હતું. ફોટોમાં બન્ને ખુશમિજાજ અને એકમેકની કંપનીને એન્જૉય કરતાં દેખાઈ રહ્યાં છે. ઝહીરે ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘નોટબુક’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. બન્ને અનેક વખત સાથે ફરતાં દેખાય છે.
સોનાક્ષીનો વર્કિંગ બર્થ-ડે
ADVERTISEMENT
સોનાક્ષી સિંહાનો ગઈ કાલે બર્થ-ડે હતો અને એને સેલિબ્રેટ કરવાને બદલે તે અનટાઇટલ્ડ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તે ૩૭ વર્ષની થઈ છે. સોનાક્ષી મોટા ભાગે બર્થ-ડે નિમિત્તે કામમાંથી બ્રેક લેતી હોય છે. જોકે આ વખતે તેણે કામને મહત્ત્વ આપ્યું છે. તેની આગામી આ ફિલ્મ એક રોમૅન્ટિક-થ્રિલર છે. તે નાયગાંવમાં શૂટિંગ કરી રહી છે. ફિલ્મના સેટ પરનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી, આ વર્ષે મારો વર્કિંગ બર્થ-ડે છે.


