ખબરઅંતર પૂછવા હૉસ્પિટલ પહોંચ્યાં સોનાક્ષી અને ઝહીર
શત્રુઘ્ન સિંહા
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં લગ્ન ૨૩ જૂને ગયા રવિવારે થયાં હતાં. લગ્ન બાદ સોનાક્ષીના ડૅડી શત્રુઘ્ન સિંહા બીમાર પડ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. તેઓ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. વધતી ઉંમરને કારણે રૂટીન ચેકઅપ માટે તેઓ હૉસ્પિટલમાં હોવાનું જાણવા મળ્યું છે. સોનાક્ષી અને ઝહીર હૉસ્પિટલમાં જતાં દેખાયાં હતાં એથી એવી અટકળોને વેગ મળ્યો છે કે શત્રુઘ્ન સિંહાના ખબરઅંતર પૂછવા તેઓ ગયાં હતાં અને એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે તેમના તરફથી એ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.


