° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


સ્મૃતિ ઈરાનીએ મૌની રોયને પાઠવી શુભેચ્છા, કહ્યું- 17 વર્ષ પહેલા જ્યારે આ છોકરી...

28 January, 2022 02:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ ઈન્સ્ટાગ્રામ પર મૌની રોય (Mouni Roy) અને સૂરજ નામ્બિયારને તેમના લગ્ન માટે અભિનંદન આપતા તસવીરો શેર કરી છે

સ્મૃતિ ઈરાની અને મૌની રોય

સ્મૃતિ ઈરાની અને મૌની રોય

હાલમાં અભિનેત્રી મૌની રોય (Mouni Roy Wedding)ની રોયલ વેડિંગ ખુબ ચર્ચામાં છે. બૉલિવૂડ અને ટેલિવિઝન સ્ટારર્સ દ્વારા તેણીને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ ઈન્સ્ટાગ્રામ પર મૌની રોય (Mouni Roy) અને સૂરજ નામ્બિયારને તેમના લગ્ન માટે અભિનંદન આપતા તસવીરો શેર કરી છે અને એક લાંબો સંદેશ પણ લખ્યો છે. ગોવામાં પરંપરાગત મલયાલી રીતિરિવાજો મુજબ 27 જાન્યુઆરીએ આ કપલે એકબીજા સાથે લગ્ન કર્યા હતા. સ્મૃતિ ઈરાનીની પોસ્ટમાં દુલ્હન તરીકે મૌની દુલ્હામાં સૂરજ ખુબ જ સુંદર લાગી રહ્યાં છે. 

તસવીરમાં મૌની સફેદ સિલ્કની પરંપરાગત લાલ અને ગોલ્ડન બોર્ડરવાળી સાડીમાં જોઈ શકાય છે. તેણીએ અદભૂત મંદિર જ્વેલરી સાથે સુંદર સાડીની સ્ટાઇલ કરી હતી અને તે એકદમ મલયાલી કન્યા જેવી દેખાતી હતી. બીજી તરફ સૂરજ સિમ્પલ ગોલ્ડ કુર્તા અને ધોતીમાં હેન્ડસમ લાગતો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Smriti Irani (@smritiiraniofficial)

સ્મૃતિએ પોસ્ટમાં લખ્યું કે, મૌની કેવી રીતે 17 વર્ષ પહેલા તેના જીવનમાં આવી હતી. તેમણે પોસ્ટમાં નવવિવાહિત યુગલને સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પણ પાઠવી હતી. તેણીએ વધુમાં કહ્યું કે, "આ છોકરી 17 વર્ષ પહેલાં મારા જીવનમાં આવી હતી, તેણીએ દાવો કર્યો હતો કે તે એક શિખાઉ છે, પરંતુ તેણીની બુદ્ધિ એવી હતી કે તેણીએ મિત્ર તરીકે તેની પાસે આવેલા લોકોમાંથી જીવનના પાઠ શીખ્યા અને આનંદ લાવી, પરિવારની જેમ. આજે તે એક નવી સફર શરૂ કરી રહી છે. ભગવાન તેને સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપે. ભગવાન આશીર્વાદ આપે @nambiar13 લવ યુ @imouniroy."

નોંધનીય છે કે મૌની રોયે દુબઈ સ્થિત બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે હિલ્ટન ગોવા રિસોર્ટમાં પરંપરાગત મલયાલી લગ્ન કર્યા હતા. આ દિવસે કપલે બંગાળી શૈલીમાં પણ લગ્ન કર્યા.  

28 January, 2022 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

એક ફ્રેમ બે લેજન્ડ

એ. આર. રહમાને હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ત્યાં તેમને કમલ હાસન પણ મળ્યા હતા.

19 May, 2022 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કાનમાં હાજરી આપનાર પહેલો ફોક સિંગર બન્યો મામે ખાન

રાજસ્થાની ફોક સિંગર મામે ખાન પહેલો ફોક સિંગર છે જેણે કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર હાજરી આપી હોય.

19 May, 2022 09:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સારા-સારા સિનેમાનું ડેસ્ટિનેશન છે કાન ફિલ્મ ફેસ્ટિવલ : અદિતિ રાવ હૈદરી

૭૫મા કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર અદિતિ પોતાનો ડેબ્યુ કરી રહી છે.

19 May, 2022 09:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK