ગીતમાં સેલિબ્રેશન, યુનિયન અને સેપરેશનની વાત કરવામાં આવી છે

ગુરદાસ માન અને દિલજિત દોસંજ
દિલજિત દોસંજ અને ગુરદાસ માન ‘ચલ્લા’નું નવું વર્ઝન લઈને આવી રહ્યા છે. આ ગીત લગભગ ૪૦ વર્ષ જૂનું છે અને એને અત્યારના વર્ઝન પ્રમાણે નવેસરથી બનાવવામાં આવ્યું છે. આ વિશે વાત કરતાં ગુરદાસ માને કહ્યું કે ‘૪૦ વર્ષ પહેલાં ઓરિજિનલ ‘ચલ્લા’ સૉન્ગ આવ્યું હતું એથી મને થયું કે આ ક્લાસિક ગીતને ફરી નવા રૂપમાં રજૂ કરવું જોઈએ. દિલજિત સાથે એને બનાવવાથી વધુ સારી વાત બીજી શું હોઈ શકે. મારા માટે ‘ચલ્લા’ ગીત મારી દુનિયા છે. આ ગીતમાં સેલિબ્રેશન, યુનિયન અને સેપરેશનની વાત કરવામાં આવી છે. આ ગીત દિલજિત અને મારી બન્નેના દિલની ખૂબ નજીક છે. મારા માટે તેની સાથે આ ગીત ફરી ક્રીએટ કરવાનો અનુભવ ખૂબ અદ્ભુત રહ્યો છે.
આ વિશે દિલજિતે કહ્યું કે ‘આઇકૉનિક પંજાબી ગીત ‘ચલ્લા’ મારા દિલ અને મારા માટે ખૂબ સ્પેશ્યલ છે. ગુરદાસ માનસા’બ સાથે આ ગીત ફરી બનાવવું મારા માટે ખૂબ મોટી વાત કહેવાય. આટલાં વર્ષોથી આ ગીતનું લોકો સાથે જે કનેક્શન હતું એ નવું વર્ઝન સાંભળીને પણ રહે એવી આશા રાખું છું.’