બાંદરાના એક ક્લિનિકમાંથી આ જોડી બહાર નીકળી ત્યારે ફોટોગ્રાફર્સે રસ્તો બ્લૉક કરી દીધો
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી પહેલી વખત પેરન્ટ્સ બનવાનાં છે. આ જોડીએ ફેબ્રુઆરીમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. બુધવારે આ જોડી બાંદરામાં એક ક્લિનિકની બહાર જોવા મળી હતી. એ સમયે ફોટોગ્રાફર્સે તેમને ક્લિક કરવા માટે પડાપડી કરતાં સિદ્ધાર્થ ગુસ્સે ભરાયો હતો અને ફોટોગ્રાફર્સને યોગ્ય વર્તન કરવા કહ્યું હતું.
કિઆરાના ચેકઅપ પછી સિદ્ધાર્થ અને કિઆરા જ્યારે કારમાં બેસવા જતાં હતાં ત્યારે ફોટોગ્રાફર્સે તેમની તસવીર ક્લિક કરવા માટે રસ્તો બ્લૉક કરી દીધો હતો. એ જોઈને સિદ્ધાર્થ ચિડાયો હતો. તેણે કિઆરાને પહેલાં સહીસલામત કાર સુધી પહોંચાડી હતી અને ફોટોગ્રાફર્સને કહ્યું હતું કે ‘તમે સારી રીતે વર્તન કરતાં ક્યારે શીખશો? પાછળ જાઓ, પાછળ જાઓ, યોગ્ય વર્તન કરો. તમે મને ગુસ્સે થવા મજબૂર કરી રહ્યા છો.’

