આ બે સેલિબ્રિટી એકબીજાની અત્યંત નિકટ આવી ગઈ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો
સારા તેન્ડુલકર અને સિદ્ધાંત ચતુર્વેદી
એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં સંબંધોનાં સમીકરણ બદલાતાં રહે છે. પ્રેમીઓ વચ્ચે બ્રેકઅપ થતું રહે છે અને નવી જોડીઓ બનતી જાય છે. રિલેશનશિપની દુનિયામાં હાલમાં સૌથી વધારે ચર્ચા છે સિદ્ધાંત ચતુર્વેદી અને સારા તેન્ડુલકરની જોડીની. આ બન્ને ગુડ-લુકિંગ છે અને એન્ટરટેઇનમેન્ટ તેમ જ સોશ્યલ મીડિયાની દુનિયામાં જાણીતાં છે. સિદ્ધાંત બૉલીવુડનો અપકમિંગ ઍક્ટર છે જે ‘ખો ગએ હમ કહાં’ અને ‘ગલી બૉય’ જેવી ફિલ્મોથી લાઇમલાઇટમાં આવ્યો છે, જ્યારે સચિન તેન્ડુલકરની દીકરી સારા તેન્ડુલકર સોશ્યલ સર્કલમાં જાણીતું નામ છે.
સિદ્ધાંત અને સારાની રિલેશનશિપ વિશે તેમની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘છેલ્લા કેટલાક વખતથી સિદ્ધાંત અને સારા સાથે ફરે છે અને તેઓ એકબીજાની અત્યંત નજીક આવી ગયાં છે. બન્નેમાંથી કોઈએ આ વાતનો સ્વીકાર નથી કર્યો, પણ તેઓ જ્યારે સાથે હોય છે ત્યારે તેમની કેમિસ્ટ્રી ઊડીને આંખે વળગે છે. હજી તેમની રિલેશનશિપ શરૂ જ થઈ છે એટલે એના વિશે અત્યારે કંઈ પણ કહેવું જલદી ગણાશે. આને કારણે બન્નેમાંથી કોઈ આ સંબંધને જાહેરમાં સ્વીકારવા તૈયાર નથી.’
ADVERTISEMENT
સિદ્ધાંતની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેનું નામ સારા પહેલાં અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે જોડાયું હતું અને તેમની રિલેશનશિપને સિરિયસ માનવામાં આવતી હતી. નવ્યા પહેલાં સિદ્ધાંતના જીવનમાં થોડો સમય મૃણાલ ઠાકુર હતી પણ આ રિલેશનશિપ ટકી શકી નહોતી. સારા તેન્ડુલકરની રિલેશનશિપ્સની વાત કરીએ તો તેનું નામ ભૂતકાળમાં એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે જોડાઈ ચૂક્યું છે, પણ તેના અને ક્રિકેટર શુભમન ગિલના સંબંધો લાંબા સમય માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

