નાઇટ ડ્રાઇવ માટે ચાહકોને ગીતો સજેસ્ટ કરવા કહ્યું
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે સોશ્યલ મીડિયા પર તેના ફૅન્સ પાસે સજેશન માગ્યાં છે. શ્રદ્ધા સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તે તેના ચાહકો સાથે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ શૅર કરતી રહે છે. તે ઘણી વાર પોતાને જ ટ્રોલ કરતી જોવા મળે છે. તે નાઇટ ડ્રાઇવ પર નીકળી હતી. તે પૅસેન્જર સીટ પર બેઠી હતી અને કોની સાથે ડ્રાઇવ પર ગઈ હતી એ તેણે નહોતું જણાવ્યું. બની શકે તેનો કહેવાતો બૉયફ્રેન્ડ રાહુલ મોદી તેની સાથે હોય. તેની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર તેણે એક વિડિયો શૅર કર્યો હતો. તે કરણ ઔજલાનું પંજાબી ગીત ‘જી ની લગદા’ ગાતી જોવા મળી રહી છે. આ ગીતની સાથે શ્રદ્ધાએ તેના ચાહકોને કહ્યું કે નાઇટ ડ્રાઇવ માટે આ પ્રકારનાં અન્ય ગીત સજેસ્ટ કરો.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)