આ ગીતના બોલ પ્રિયા સરૈયાએ લખ્યા છે. આ એક પ્રેમથી ભરેલું સૉન્ગ છે. ગીતને ૨૯ નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે.
‘રંગ’ લગાવશે શેખર રવજિયાણી
નૉન-ફિલ્મ હિન્દી પૉપ સોન્ગ ‘રંગ’ લઈને આવી રહ્યો છે. આ ગીતના બોલ પ્રિયા સરૈયાએ લખ્યા છે. આ એક પ્રેમથી ભરેલું સૉન્ગ છે. ગીતને ૨૯ નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ વિશે શેખર રવજિયાણીએ કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘રંગ’ને કમ્પોઝ કર્યું અને ગાયું ત્યારે હું એની સાથે કનેક્ટ થઈ ગયો હતો કારણ કે એમાં મને એક ક્લાસિક ગીત હોવાની ક્વૉલિટી લાગે છે. આ ગીતમાં ઇન્ડિયન કલ્ચરની વાત છે, પરંતુ લેટિન-યુરોપિયન સંગીત છે. આ ગીત મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે. લોકો આ ગીતને જુએ એ માટે હું ખૂબ જ આતુર છું.’