સવારે સાત વાગ્યે ‘મિસ્ટર ઇન્ડિયા 2’ની સ્ટોરી લખવાનું શરૂ કર્યું. આઠ વાગ્યે મને પૂછ્યું કે શું સ્ટોરી વાંચી શકું છું? હું તો ચોંકી ગયો.
શેખર કપૂર
આજે AI એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું ખૂબ ચલણ છે, જેનો ઉપયોગ કરીને શેખર કપૂરના કુક નીલેશે એક કલાકમાં ‘મિસ્ટર ઇન્ડિયા 2’ની સ્ક્રિપ્ટ લખી લીધી હતી. આ ફિલ્મની સીક્વલની ચર્ચા ચાલી રહી હતી. પોતાના કુકનો ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરીને શેખર કપૂરે લખ્યું કે ‘આ છે નીલેશ. અગિયારમી ફેઇલ. મારી સાથે છેલ્લાં ૧૮ વર્ષથી કામ કરે છે. કુક કરે છે. હાઉસ બૉય અને હવે મારો ફ્રેન્ડ પણ છે. તેણે આગળ ભણવાની ના પાડી દીધી હતી. સવારે ૬ વાગ્યે તેણે ગૂગલ જેમિની શોધી કાઢ્યું. સવારે સાત વાગ્યે ‘મિસ્ટર ઇન્ડિયા 2’ની સ્ટોરી લખવાનું શરૂ કર્યું. આઠ વાગ્યે મને પૂછ્યું કે શું સ્ટોરી વાંચી શકું છું? હું તો ચોંકી ગયો. આ નવી AI ગ્રેટ છે. ક્રાન્તિ આવી ગઈ છે.’

