દીકરીનાં લગ્ન વિશે શત્રુઘ્ન સિંહા અજાણ
શત્રુઘ્ન સિંહા
શત્રુઘ્ન સિંહાને દીકરી સોનાક્ષી સિંહાનાં લગ્ન વિશે કોઈ માહિતી નથી. સોનાક્ષી તેના કહેવાતા બૉયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે ૨૩ જૂને લગ્ન કરવાની હોવાની ચર્ચા છે. આ વિશે પૂછતાં પિતા શત્રુઘ્ન સિંહા કહે છે, ‘હું હાલમાં દિલ્હીમાં છું. ઇલેક્શન પૂરું થતાં અહીં આવ્યો છું. મેં મારી દીકરીનાં લગ્નના પ્લાન વિશે કોઈ સાથે વાત નથી કરી. તે લગ્ન કરી રહી છે કે નહીં એ સવાલ વિશે હું એટલું જ કહીશ કે તેણે મને હજી સુધી કંઈ નથી કહ્યું. હું પણ એટલું જ જાણું છું જેટલું મીડિયામાં આવ્યું છે. તે અમને જ્યારે કહેશે ત્યારે હું અને મારી પત્ની તેને આશીર્વાદ આપવા પહોંચી જઈશું. અમને અમારી દીકરી પર ભરોસો છે કે તે ક્યારેય ખોટો નિર્ણય નહીં લે. તેને તેના નિર્ણય લેવાનો અધિકાર છે. મારી દીકરી જ્યારે લગ્ન કરશે ત્યારે મને બારાતની સામે જઈને નાચવું ગમશે. મને મારા નજીકના લોકો પણ પૂછે છે કે મને આ વિશે કેમ માહિતી નથી, જ્યારે મીડિયાને છે? આ વિશે હું એટલું જ કહીશ કે આજકલ કે બચ્ચે પરમિશન નહીં માંગતે, સિર્ફ ઇન્ફૉર્મ કરતે હૈં. મને પણ આ વિશે જણાવવામાં આવે એની હું રાહ જોઈ રહ્યો છું.’

