આ પોસ્ટમાં શનાયાએ લખ્યું છે કે ‘પિન્ચ મી, હાકુના મટાટા, હૅપી ૨૦૨૬’
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શનાયા કપૂરે કેન્યામાં જંગલ સફારીનો આનંદ માણીને નવા વર્ષનું સ્વાગત કર્યું છે. શનાયાએ પોતાના સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે જેમાં તે જંગલ સફારી દરમ્યાન સિંહ અને હાથી જેવાં જંગલી પ્રાણીઓને નજીકથી જોઈ રહી છે અને કુદરતી સૌંદર્યમાં કૅમ્પિંગનો આનંદ માણી રહી છે. આ પોસ્ટમાં શનાયાએ લખ્યું છે કે ‘પિન્ચ મી, હાકુના મટાટા, હૅપી ૨૦૨૬.’


