Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘શક્તિમાન’ની બની રહી છે ફિલ્મ

‘શક્તિમાન’ની બની રહી છે ફિલ્મ

Published : 11 February, 2022 01:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ટ્રિલજીમાં જોવા મળશે સુપરસ્ટાર જેને એક જાણીતો ડિરેક્ટર કરશે ડિરેક્ટ

શક્તિમાન

શક્તિમાન


સોની પિક્ચર્સ ઇન્ટરનૅશનલ પ્રોડક્શન્સે હવે ‘શક્તિમાન’ પર ફિલ્મ બનાવવાના રાઇટ્સ મેળવી લીધા છે. આ ફિલ્મમાં ટાઇટલ રોલ સુપરસ્ટાર ભજવતો જોવા મળશે. આ ફિલ્મને ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. આ ફિલ્મ સ્ટુડિયો હવે ભારતમાં પોતાનું પ્રોડક્શન વધારવા માટે સક્રિય છે. આ ફિલ્મને બ્રૂઇંગ થૉટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઓરિજિ​નલ શક્તિમાન મુકેશ ખન્નાના ભીષ્મ ઇન્ટરનૅશનલ સાથે મળીને બનાવવામાં આવશે. આ સુપરહીરો ફ્રૅન્ચાઇઝીને દેશના ટૉપ ફિલ્મમેકર્સમાંનો એક ડિરેક્ટ કરશે. તેમની ઇચ્છા છે કે ભારતના લોકોને એક અનોખો અનુભવ અપાવવા માટે આ ફિલ્મમાં અત્યાધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. ‘શક્તિમાન’ આજ દિન સુધી ભારતના લોકો માટે લોકપ્રિય સુપરહીરો છે. એવામાં સોની પિક્ચર્સ ઇન્ટરનૅશનલ આ નવા ‘શક્તિમાન’ને યાદગાર બનાવવા માટે સખત મહેનત કરશે એમાં કોઈ બેમત નથી. એની જાહેરાત કરતાં ટ્વિટર પર સોની પિક્ચર્સ ઇન્ડિયાએ ટ્વીટ કર્યું હતું, ‘ભારતમાં અને વિદેશમાં અનેક સુપરહીરો ફિલ્મોને મળેલી સફળતાને જોતાં હવે અમે દેસી સુપરહીરો લઈને આવવાના છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2022 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK