° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


TKSS: શક્તિ કપૂરને છોકરીના અવતારમાં જોઈ ચીડવતા હતા સિનિયર એક્ટર્સ

05 December, 2022 01:13 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પેન્ટલે શક્તિ કપૂર સાથે જોડાયેલી એક ફની સ્ટોરી કહી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પસંદ કરાયેલા કૉમેડી શૉ `ધ કપિલ શર્મા શૉ` (The Kapil Sharma Show)માં દર અઠવાડિયે સ્ટાર્સનો આવતા રહે છે. તાજેતરના વીકએન્ડ એપિસોડમાં, પીઢ કલાકારોનું ગ્રુપ શૉમાં સામેલ થયું હતું, જેમણે પ્રેક્ષકોને તેમના રમૂજી સ્વભાવ સાથે હસાવ્યા હતા. આ શૉમાં શક્તિ કપૂર (Shakti Kapoor), અસરાની (Asrani), પેન્ટલ (Paintal) અને ટીકુ તલસાનિયા (Tiku Talsania) જેવા દિગ્ગજ કલાકારો જોવા મળ્યા હતા.

કપિલ શર્માએ શૉમાં તમામ દિગ્ગજ સ્ટાર્સનું સ્વાગત કર્યું અને તેમની રસપ્રદ વાતો કહી. અસરાની, તેમની રમૂજની ભાવના માટે પ્રખ્યાત છે, તેમણે તેમની વાર્તાઓથી દરેકનું દિલ જીતી લીધું. તેમણે પોતાના સંઘર્ષના દિવસોની વાત એવી રમૂજી રીતે કરી કે બધા હસવા લાગ્યા. આ દરમિયાન પેન્ટલે શક્તિ કપૂરનો એક રમુજી કિસ્સો સંભળાવ્યો.
પીઢ કલાકારો શક્તિ કપૂરને ચીડવતા હતા

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

પેન્ટલ ઘણી ફિલ્મોમાં છોકરીની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે, જ્યારે કપિલ શર્માએ મજાકમાં તેમને પૂછ્યું કે શૂટિંગ દરમિયાન તે કયું વૉશરૂમ વાપરતા હતા, છોકરીઓ માટેનો કે છોકરાઓ માટેનો? ત્યારે પેન્ટલે જણાવ્યું કે તે છોકરાઓનું વૉશરૂમ જ ઉપયોગ કરતા હતા, પરંતુ આ દરમિયાન લોકો તેમની સામે આશ્ચર્યથી જોતા હતા.

આ પણ વાંચો: Siddharth Kasyap: પોલિટિક્સને ગુડ બાય કહી આ યુવાને મ્યુઝિકને કહ્યું હાઈ

આ પછી પેન્ટલે શક્તિ કપૂર સાથે જોડાયેલી એક ફની સ્ટોરી કહી. તેમણે કહ્યું કે, “મેં અને શક્તિએ તરકીબ ફિલ્મ કરી હતી. તેમાં એક સિક્વન્સ હતી, જેમાં શક્તિએ છોકરી બનવાનું હતું. તે છોકરી બન્યા બહુ કૉન્શ્યસ થઈ જતો કે અમે તેને ચીડવતા હતા. તે આ સમયે તે શરમથી પાણી-પાણી થઈ જતો."

05 December, 2022 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

દહેજને લઈને સપના ચૌધરી વિરુદ્ધ કેસ ફાઇલ થયો

હરયાણવી સિંગર-ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ હવે દહેજ માગવાનો આરોપ લાગ્યો છે.

05 February, 2023 12:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

શાલીન ભનોતની એક્સ-વાઇફ દલજિત કૌર માર્ચમાં કરશે લગ્ન

‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનમાં જોવા મળી રહેલા શાલીન ભનોતની એક્સ-વાઇફ દલજિત કૌર હવે માર્ચમાં ફરી બીજાં લગ્ન કરવાની છે.

05 February, 2023 12:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

હાર માનવું ગમતું નથી અનેરી વજાણીને

ઊંઘવું તેને ખૂબ ગમે છે અને ગમે એટલા અવાજમાં પણ તે સૂઈ શકે છે : પરફ્યુમ ખૂબ ગમતું હોવાથી એના પર વધુ પૈસા ખર્ચ કરવાનું તે પસંદ કરે છે

05 February, 2023 11:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK