ફિલ્મને ઝી સ્ટુડિયોઝ અને સિદ્ધાર્થ રૉય કપૂરે પ્રોડ્યુસ કરી છે
શાહિદ કપૂર
શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘દેવા’માં ભારે ઍક્શન સીક્વન્સ છે. રોશન ઍન્ડ્રુએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં પૂજા હેગડે જોવા મળશે. ફિલ્મને ઝી સ્ટુડિયોઝ અને સિદ્ધાર્થ રૉય કપૂરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં શાહિદ પોલીસના રોલમાં દેખાશે. તાજેતરમાં જ શાહિદે ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન કર્યું હતું. એ દરમ્યાન ફૅન્સે આ ફિલ્મ વિશે માહિતી માગી હતી. એનો જવાબ આપતાં શાહિદે કહ્યું કે ‘મારી આગામી ઍક્શન-થ્રિલર ‘દેવા’માં ભરપૂર ઍક્શન સીક્વન્સ જોવા મળવાની છે. આ એક મૅસી ફિલ્મ છે. એમાં મારું કૅરૅક્ટર હાર્ડ છે. ફિલ્મ ૧૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે.’
કેટલાક ઍક્ટર્સ દરેક ફિલ્મમાં એકસરખા દેખાય છે : શાહિદ
ADVERTISEMENT
શાહિદ કપૂરને તેની ફિલ્મોમાં અલગ-અલગ રોલ કરવા ગમે છે. તેનું એવું માનવું છે કે કેટલાક ઍક્ટર્સ દરેક ફિલ્મમાં એકસરખા જ દેખાતા હોય છે. શાહિદને ચેન્જ પસંદ છે. એ વિશે શાહિદે કહ્યું કે ‘હું એક ઍક્ટર છું. હું અહીં રોલની ડિમાન્ડ પ્રમાણે કામ કરવા માગું છું. એવા થોડા ઍક્ટર્સ છે જેમને પોતાની જાત સાથે એટલો તો પ્રેમ હોય છે કે તેઓ કોઈ પણ પાત્ર ભજવે, એકસમાન જ દેખાતા હોય છે. હું તેમાંનો નથી. મને પરિવર્તન પસંદ છે. હું અહીં મારા ચહેરાને દેખાડવા માટે નથી આવ્યો. હું અલગ પ્રકારની સ્ક્રિપ્ટ્સ પર કામ કરવા અને એ સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે પોતાને ઢાળવા માગું છું.’
OG લવરબૉય
શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મ જોઈને શાહિદની વાઇફ મીરા રાજપૂત તેના પર ફિદા થઈ ગઈ છે. તેને OG લવરબૉય કહ્યો છે. આ ફિલ્મને અમિત જોશી અને આરાધના સાહાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં એક રોબો અને વ્યક્તિ વચ્ચેની લવ સ્ટોરી દેખાડવામાં આવી છે. રોબોના રોલમાં ક્રિતી દેખાઈ રહી છે. આ ફિલ્મનો શૉટ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને મીરા રાજપૂતે કૅપ્શન આપી હતી, ‘પૂરી રીતે હાસ્ય અને મનોરંજનથી ભરપૂર. લવ, લાફ્ટર, મસ્તી, ડાન્સિંગ અને છેલ્લે આવતો મેસેજ દિલને સ્પર્શી જાય છે. ક્રિતી સૅનન તું આ રોલમાં સારી જામી ગઈ છે. શાહિદ કપૂર OG લવરબૉય છે. તારા જેવું કોઈ નથી. તને જોઈને દિલ પીગળી ગયું. હસી-હસીને પેટ દુખવા લાગ્યું.’

