શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ શુક્રવારે રિલીઝ થઈ છે.
શાહિદ કપૂર
શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ શુક્રવારે રિલીઝ થઈ છે. આ એક અસાધારણ લવ-સ્ટોરી છે, જેમાં ક્રિતીએ રોબો સિફ્રાનો રોલ કર્યો છે. બીજી તરફ શાહિદ ક્રિતીના પ્રેમમાં પડે છે, પરંતુ જ્યારે તેને જાણ થાય છે કે ક્રિતી રોબો છે ત્યારે તેનું દિલ તૂટી જાય છે. જોકે આ ફિલ્મના અંતે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડિયા અને રાકેશ બેદી લીડ રોલમાં છે. ફિલ્મના
પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે ૭.૦૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. વીક-એન્ડમાં કલેક્શનમાં વધારો થાય તો નવાઈ નહીં.