દીકરાના આ ફંક્શનમાં કિંગ ખાન પોતાના ઑલ બ્લૅક લુકથી છવાઈ ગયો હતો
શાહરુખ ખાન
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની પ્રથમ વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’નો પ્રીવ્યુ બુધવારે એક ભવ્ય ઇવેન્ટમાં રિલીઝ થયો હતો. દીકરાના આ ફંક્શનમાં કિંગ ખાન પોતાના ઑલ બ્લૅક લુકથી છવાઈ ગયો હતો. જોકે આ સમયે આકર્ષણનું કેન્દ્ર બની હતી તેની ખાસ ઘડિયાળ. આ ઘડિયાળ સ્વિટ્ઝરલૅન્ડની લક્ઝરી ઘડિયાળ નિર્માતા કંપની ઑડેમાઝ પીગે હાઇએન્ડ મૉડલ છે જેની કિંમત ૩.૯૪ કરોડ રૂપિયા છે.


