શાહરુખ ખાને ૨૦૨૩માં ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ જેવી સફળ ફિલ્મો આપી છે અને હવે તે સિદ્ધાર્થ આનંદની ‘કિંગ’નું શૂટિંગ શરૂ કરવા તૈયાર છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે દીકરી સુહાના ખાન, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, જૅકી શ્રોફ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
શાહરૂખ ખાન, સુહાના ખાન અને રાની મુખર્જી
શાહરુખ ખાને ૨૦૨૩માં ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ જેવી સફળ ફિલ્મો આપી છે અને હવે તે સિદ્ધાર્થ આનંદની ‘કિંગ’નું શૂટિંગ શરૂ કરવા તૈયાર છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે દીકરી સુહાના ખાન, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, જૅકી શ્રોફ, જયદીપ અહલાવત, અભય વર્મા અને અર્શદ વારસી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આ કલાકારો સિવાય બીજા અનેક સુપરસ્ટાર્સ કામ કરી રહ્યાં છે જેમાં દીપિકા પાદુકોણ, સલમાન ખાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં નામ કન્ફર્મ હતાં અને હવે આ યાદીમાં નવું નામ રાની મુખરજીનું ઉમેરાયું છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું છે કે ‘રાની મુખરજી અને શાહરુખ ખાને ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘કભી અલવિદા ના કહના’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને હવે તેઓ ‘કિંગ’માં ફરી સાથે કામ કરવાનાં છે. રાનીને આ ફિલ્મમાં સુહાના ખાનની મમ્મીની ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવી છે. રાની આ ભૂમિકા સાંભળીને તરત જ ફિલ્મ સાથે જોડાવા સંમત થઈ છે. રાનીનો ટ્રૅક ફિલ્મ માટે બહુ મહત્ત્વનો છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦ મેથી મુંબઈમાં શરૂ થશે, જે પછી યુરોપમાં આગળનું શેડ્યુલ હાથ ધરવામાં આવશે. આ ફિલ્મ ઑક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૬ વચ્ચે થિયેટરમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.’

