‘શિવશાસ્ત્રી બલ્બોઆ’માં નીના ગુપ્તા, જુગલ હંસરાજ, નર્ગિસ ફકરી અને શારીબ હાશમી પણ લીડ રોલમાં જોવા મળશે

શિવશાસ્ત્રી બલ્બોઆ
અનુપમ ખેરની આગામી ફિલ્મ ‘શિવશાસ્ત્રી બલ્બોઆ’નું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. એ વખતે ઑલિમ્પિક મેડલ વિનર મૅરી કૉમ પણ હાજર હતી. અનુપમ ખેર અને મૅરી કૉમ બૉક્સિંગ ગ્લવ્ઝ પહેરીને ઊભાં હતાં. ‘શિવશાસ્ત્રી બલ્બોઆ’માં નીના ગુપ્તા, જુગલ હંસરાજ, નર્ગિસ ફકરી અને શારીબ હાશમી પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટરની બાજુમાં મૅરી કૉમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘ડિયરેસ્ટ મૅરી કૉમ, દયાળુ બનીને અમારી ફિલ્મ ‘શિવશાસ્ત્રી બલ્બોઆ’નું પોસ્ટર રિલીઝ કરવા માટે આભાર. તું નૅશનલ આઇકન છે અને તારી લાઇફની જર્ની પ્રેરણાદાયી છે. હું ખૂબ ખુશ અને સન્માનિત અનુભવું છું કે મને બૉક્સિંગ ગ્લવ્ઝ પહેરવાની અને તારી બાજુમાં ઊભા રહેવાની તક મળી છે. તું ભારતની શાન છો.’