Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sara Ali Khan Video : લોકલ ટ્રેનથી નવાબની દીકરી પહોંચી ઘરે, રિક્ષામાં કરી સવારી

Sara Ali Khan Video : લોકલ ટ્રેનથી નવાબની દીકરી પહોંચી ઘરે, રિક્ષામાં કરી સવારી

10 December, 2022 07:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સારા અલી ખાનનો (Sara Ali Khan) નવો વીડિયો (New Video) સોશિયલ મીડિયા (Social Media) પર ચાહકોમાં લોકપ્રિય થઈ રહ્યો છે. આ વીડિયોમાં (Video) એક્ટ્રેસ મુંબઈની લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) પ્રવાસ (Travel) કરતી જોવા મળી રહી છે.

સારા અલી ખાન (ફાઈલ તસવીર)

સારા અલી ખાન (ફાઈલ તસવીર)


સારા અલી ખાનનો (Sara Ali Khan) નવો વીડિયો (New Video) સોશિયલ મીડિયા (Social Media) પર ચાહકોમાં લોકપ્રિય થઈ રહ્યો છે. આ વીડિયોમાં (Video) એક્ટ્રેસ મુંબઈની લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) પ્રવાસ (Travel) કરતી જોવા મળી રહી છે. સારાએ (Sara Ali Khan) 9 ડિસેમ્બરે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પરથી આ વીડિયો શૅર કરી કહ્યું કે ટ્રાફિકથી (Traffic) બચવા માટે તેમણે પોતાનું મગજ દોડાવ્યું અને સમયનો સદુપયોગ કરી ટ્રેન પકડી. નવાબ સાહેબની દીકરીનો આટલો સામાન્ય લૂક (Common Look) જોઈને લોકો વખાણ કરતા નથી થાકી રહ્યા.

સારાના આ વીડિયોમાં તે લોકોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. સારાના આ વીડિયોએ ચાહકોમાં લોકપ્રિયતા મેળવી અને તેના માટે માન વધારી દીધું છે. ગ્લેમર જગતમાં વિશ્વ સાથે જોડાયેલા રહેવા છતા એક્ટ્રેસની આ સિમ્પલીસિટી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. લોકલ ટ્રેન બાદ સારાએ ઑટોમાં પણ ટ્રાવેલ કર્યું.



ચાહકો થયા ઈમ્પ્રેસ
સારાનો આ અંદાજ જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. એક્ટ્રેસના વીડિયો પર કોમેન્ટ્સની લાઈન લાગી છે. એક યૂઝરે લખ્યું, "સારા એટલી પૈસાદાર છે તેમ છતાં ઘમંડ નથી." તો બીજાએ લખ્યું, "બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં માત્ર તમે જ આવું કરી શકો છો. પાપારાઝી વગર તમે આ પ્રવાસ માણ્યો હશે."


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)


આ પણ વાંચો : ઊંમરને લઈને ટ્રોલ કરનારાઓને મલાઈકાનો જડબાતોડ જવાબ, "અમે બન્ને એડલ્ટ છીએ"

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે 2018માં બૉલિવૂડમાં એન્ટ્રી કરી. એક્ટ્રેસની પહેલી ફિલ્મ `કેદારનાથ` સુશાંત સિંહ રાજપૂત સાથે હતી, જેના પછી તેણે એક પછી એક અનેક ફિલ્મોમાં કામ કર્યું. સારા ટૂંક સમયમાં જ `ગેસલાઈટ`, `નખરેવાલી` અને `મેટ્રો ઈન દિનો`માં જોવા મળશે.

આ પણ વાંચો : રિષભ પંત પર કેમ કાળઝાળ થયા હંસલ મેહતા? જાહેરાત ન ચલાવવાની કરી માગ

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2022 07:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK