સારાએ જણાવ્યું હતું કે લાઇફમાં તે જ્યારે કપરા સંજોગોમાંથી પસાર થઈ હતી ત્યારે તેની દાદીએ તેને ભરપૂર સપોર્ટ આપ્યો હતો
સારા અલી ખાન દાદી સાથે
સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહની દીકરી સારા અલી ખાનને તેની દાદી શર્મિલા ટાગોર લાઇફમાં દરેક બાબતની સલાહ આપે છે. સારાએ જણાવ્યું હતું કે લાઇફમાં તે જ્યારે કપરા સંજોગોમાંથી પસાર થઈ હતી ત્યારે તેની દાદીએ તેને ભરપૂર સપોર્ટ આપ્યો હતો. દાદી કઈ સલાહ આપે છે એ વિશે સારા કહે છે, ‘તેઓ મને આપણી પરંપરા સાથે જોડી રાખે છે. સાથે જ તેઓ આધુનિક વિચારધારાવાળાં પણ છે. વાત જ્યારે છોકરાઓની, ફિલ્મોની અને સોશ્યલ લાઇફની આવે તો તેઓ મને સારી સલાહ આપે છે. તેઓ
ચૅમ્પિયન છે.’

