રૂકમણી - ચિત્રાંગદા સિંહ અને કપિલ - વિક્રાંત મેસી સાથે મીશા તેની આસપાસ બનતી વસ્તુઓ પર સવાલ ઉઠાવે છે
તસવીર સૌજન્ય: ટિપ્સ ઑફિશિયલની યુટ્યુબ ચેનલ
દરેક વ્યક્તિ શંકાના દાયરામાં હોય ત્યારે કોની પર શંકા કરવી? ડિઝની પ્લસ હૉટસ્ટારની ફિલ્મ `ગેસલાઈટ` (Gaslight) પણ આવો જ ટ્વિસ્ટ લઈને આવી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 15 વર્ષ પછી જ્યારે મીશા - સારા અલી ખાન (Sara Ali Khan) તેના પરિવારની પૈતૃક ભૂમિ પર પાછી આવે છે, ત્યારે એક મોટું રહસ્ય ખુલે છે અને વિચિત્ર ઘટનાઓ બનવાનું શરૂ થાય છે.
રૂકમણી - ચિત્રાંગદા સિંહ (Chitrangada Singh) અને કપિલ - વિક્રાંત મેસી (Vikrant Massey) સાથે મીશા તેની આસપાસ બનતી વસ્તુઓ પર સવાલ ઉઠાવે છે. જ્યારે તે સત્યના ઊંડાણને જાણવાનું શરૂ કરે છે, ત્યારે રહસ્યો વધુને વધુ ઊંડા થતા જાય છે. રમેશ તૌરાની, ટિપ્સ ફિલ્મ્સ લિ. અને અક્ષય પુરી દ્વારા નિર્મિત અને પવન કૃપાલાની દ્વારા દિગ્દર્શિત `ગેસલાઇટ` 31 માર્ચે માત્ર ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. સારા અલી ખાન અને વિક્રાંત મેસી, ચિત્રાંગદા સિંઘ, અક્ષય ઓબેરોય અને રાહુલ દેવ આ મનોવૈજ્ઞાનિક થ્રિલરમાં મુખ્ય ભૂમિકામાં છે.
ADVERTISEMENT
સારા અલી ખાને કહ્યું કે, “ગેસલાઇટ એક ક્લાસિક ડિટેક્ટીવ સ્ટોરી છે જે એક ડરામણી, પરંતુ સુંદર, વૈભવી જાગીરની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. વાર્તા મીશાની આસપાસ ફરે છે, જે તેના પૂર્વજોના `અસ્તિત્વ` વિશે સત્ય શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસમાં તે ઘણી વિચિત્ર અને ભયાનક ઘટનાઓની સાક્ષી બને છે. વાર્તાનો આધાર એ છે કે મીશા આ અજાણ્યા પ્રદેશમાં કેવી રીતે તેનો માર્ગ શોધશે. તેના માટે આ સફર માનસિક અને શારીરિક રીતે પડકારરૂપ હતી, કારણ કે મીશાના પાત્રમાં અનેક સ્તરો અને ઘોંઘાટ છે. મને આશા છે કે આ ફિલ્મ દર્શકોને રોમાંચક સફર પર લઈ જશે, કારણ કે દરેક સીન તેમને મંત્રમુગ્ધ કરશે.”
અભિનેતા વિક્રાંત મેસીએ કહ્યું કે, “ગેસલાઈટના શૂટિંગની સફર શાનદાર રહી હતી. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે, જેના દરેક પાત્રનું સત્ય તેને વધુ રસપ્રદ બનાવે છે. કપિલ એક રસપ્રદ પાત્ર છે. દર્શકો આખી ફિલ્મને માણશે.”
આ પણ વાંચો: રાજુ શ્રીવાસ્તવની છેલ્લી ફિલ્મ `કંજૂસ મખ્ખીચૂસ`નું ટ્રેલર રિલીઝ, જુઓ અહીં
ચિત્રાંગદા સિંહે ગેસલાઇટ વિશે કહ્યું, “રોમાંચક ફિલ્મોએ મને હંમેશા આકર્ષિત કર્યો છે. `ગેસલાઇટ`એ મને આ શૈલીમાં હાથ અજમાવવાની તક આપી અને મને આવા પાત્રમાં ઘડ્યો, જેમ કે મેં પહેલાં ક્યારેય કર્યું નથી. રૂકમણીના પાત્ર સાથે મેં એક અભિનેતા તરીકે મારી જાતના ઘણા પાસાઓ શોધી કાઢ્યા અને તે ખરેખર ખૂબ જ અલગ હતું.”