સારા અલી ખાન ટૂંક સમયમાં આદિત્ય રૉય કપૂર સાથે ‘મેટ્રો... ઇન દિનોં’માં રોમૅન્સ કરતી જોવા મળશે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સારા અલી ખાન ટૂંક સમયમાં આદિત્ય રૉય કપૂર સાથે ‘મેટ્રો... ઇન દિનોં’માં રોમૅન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મ ૪ જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મના પ્રમોશન માટે સારા અને આદિત્ય મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતાં જોવા મળ્યાં અને તેમને મેટ્રોમાં જોઈને લોકોને ભારે આશ્ચર્ય થયું હતું. મેટ્રોમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓએ તેમની સાથે સેલ્ફી ક્લિક કરાવવા માટે પડાપડી કરી હતી અને સારા-આદિત્યએ પણ ખુશી-ખુશી ફૅન્સ સાથે સેલ્ફી ક્લિક કરાવ્યા હતા.
જોકે સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો આ પ્રમોશનલ સ્ટન્ટની ટીકા કરીને તેમને ફિલ્મની વાર્તા પર ધ્યાન આપવાની સલાહ આપી રહ્યા છે. ‘મેટ્રો...ઇન દિનોં’ ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘લાઇફ ઇન અ... મેટ્રો’ની સીક્વલ છે.

