Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય દત્તની વાઇફ માન્યતા અને બન્ને બાળકો દુબઈમાં થઈ ગયાં છે સેટલ

સંજય દત્તની વાઇફ માન્યતા અને બન્ને બાળકો દુબઈમાં થઈ ગયાં છે સેટલ

14 May, 2022 02:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માન્યતા દુબઈમાં બિઝનેસ કરી રહી હતી. એ સારો ચાલ્યો તો તે ત્યાં ચાલી ગઈ અને બાળકો પણ ત્યાં ચાલ્યાં ગયાં. તેઓ ત્યાં ખુશ છે. મારી દીકરી ત્યાં પિયાનો શીખી રહી છે.

સંજય દત્તની વાઇફ માન્યતા અને બન્ને બાળકો દુબઈમાં થઈ ગયાં છે સેટલ

સંજય દત્તની વાઇફ માન્યતા અને બન્ને બાળકો દુબઈમાં થઈ ગયાં છે સેટલ


સંજય દત્તે જણાવ્યું છે કે તેની વાઇફ માન્યતા દત્ત અને બન્ને બાળકો શાહરાન અને ઇકરા ૨૦૨૦માં દુબઈમાં સેટલ થઈ ગયાં છે. ૨૦૦૮માં સંજય દત્ત અને માન્યતા દત્તનાં લગ્ન થયાં હતાં. સંજય દત્તની ‘KGF : ચૅપ્ટર 2’ હાલમાં જ રિલીઝ થઈ છે અને ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું છે. સંજય દત્તે કૅન્સર પર પણ જંગ જીતી લીધો હતો. ફૅમિલી દુબઈમાં સેટલ થઈ ગઈ એ વિશે સંજય દત્તે કહ્યું કે ‘આ લોકો અહીં પણ રહી શકે છે, પરંતુ મને લાગે છે કે તેમને ત્યાં ખૂબ ગમે છે. ત્યાંની સ્કૂલ અને ત્યાંની ઍક્ટિવિટીઝ બાળકોને ખૂબ પસંદ છે. મારી વાઇફનો બિઝનેસ ત્યાં સેટલ થઈ ગયો છે. તેમને ત્યાં મોકલવાની કોઈ યોજના નહોતી. આ બધું અનાયાસે જ થઈ ગયું હતું. માન્યતા દુબઈમાં બિઝનેસ કરી રહી હતી. એ સારો ચાલ્યો તો તે ત્યાં ચાલી ગઈ અને બાળકો પણ ત્યાં ચાલ્યાં ગયાં. તેઓ ત્યાં ખુશ છે. મારી દીકરી ત્યાં પિયાનો શીખી રહી છે. તે સારી દોડવીર છે અને જિમ્નૅસ્ટિક્સ પણ કરી રહી છે. મારો દીકરો જુનિયર ફુટબૉલ ટીમમાં ભાગ લે છે. તેમની ખુશીથી વધારે મારા માટે કંઈ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2022 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK