Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય દત્તને લીડ રોલમાં ચમકાવતી આખરી સવાલ ૧૫ મેએ રિલીઝ માટે તૈયાર

સંજય દત્તને લીડ રોલમાં ચમકાવતી આખરી સવાલ ૧૫ મેએ રિલીઝ માટે તૈયાર

Published : 27 March, 2026 10:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘આખરી સવાલ’ની જાહેરાત સાથે જ ફિલ્મનું ફર્સ્ટ-લુક પોસ્ટર અને રિલીઝ-ડેટ પણ જાહેર કરવામાં આવ્યાં છે. સંજય દત્ત ફિલ્મમાં લીડ રોલ ભજવતો જોવા મળશે અને તેણે આ ફિલ્મ નિખિલ નંદા સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.

સંજય દત્તને લીડ રોલમાં ચમકાવતી આખરી સવાલ ૧૫ મેએ રિલીઝ માટે તૈયાર

સંજય દત્તને લીડ રોલમાં ચમકાવતી આખરી સવાલ ૧૫ મેએ રિલીઝ માટે તૈયાર


‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’માં એસપી અસલમ ચૌધરીના રોલમાં સંજય દત્તે ફૅન્સનું દિલ જીતી લીધું હતું. બન્ને ફિલ્મોમાં તેની સ્ટાઇલ અને ઍક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. ‘ધુરંધર : ધ રિવેન્જ’ની લેટેસ્ટ સફળતા પછી હવે સંજય દત્તની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’ની જાહેરાત કરવામાં આવી છે. ‘આખરી સવાલ’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મની સ્ટોરી એક પ્રોફેસર અને રિસર્ચ-સ્કૉલરની આસપાસ આકાર લે છે. થિયેટરમાં આ ફિલ્મની સ્પર્ધા આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો 2’ સાથે થવાની છે, કારણ કે બન્ને ફિલ્મો ૧૫ મેએ એકસાથે રિલીઝ થશે.

‘આખરી સવાલ’ની જાહેરાત સાથે જ ફિલ્મનું ફર્સ્ટ-લુક પોસ્ટર અને રિલીઝ-ડેટ પણ જાહેર કરવામાં આવ્યાં છે. સંજય દત્ત ફિલ્મમાં લીડ રોલ ભજવતો જોવા મળશે અને તેણે આ ફિલ્મ નિખિલ નંદા સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં સંજય દત્ત સાથે અમિત સાધ, નમાશી ચક્રવર્તી, સમીરા રેડ્ડી, નીતુ ચંદ્રા અને ત્રિધા ચૌધરી જેવાં કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK