૨૦૨૧માં તેમના છૂટાછેડા થયા. ફૅન્સ અટકળો લગાવી રહ્યા છે કે સમન્થાએ આ જ કારણોસર YMC ટૅટૂ કઢાવી નાખ્યું છે.
તેણે ભૂતપૂર્વ પતિ અને ઍક્ટર નાગ ચૈતન્ય સાથે જોડાયેલું ટૅટૂ દૂર કરી દીધું છે
સમન્થા રુથ પ્રભુ હાલમાં ડિરેક્ટર રાજ નિદિમોરુ સાથેના સંબંધને લઈને ચર્ચામાં છે. હવે તેણે ભૂતપૂર્વ પતિ અને ઍક્ટર નાગ ચૈતન્ય સાથે જોડાયેલું ટૅટૂ દૂર કરી દીધું છે અને આ રીતે તેણે સંદેશો આપ્યો છે કે તે હવે નાગ ચૈતન્ય સાથેના સંબંધ તૂટવાના દુઃખમાંથી બહાર નીકળી ગઈ છે.
તાજેતરમાં સમન્થાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો જોયા પછી ફૅન્સ માને છે કે ઍક્ટ્રેસે તેની પીઠ પર બનાવેલું YMC ટૅટૂ કાઢી નાખ્યું છે. તેણે વિડિયોની કૅપ્શનમાં લખ્યું કે ‘નથિંગ ટુ હાઇડ’ એટલે કે છુપાવવા જેવું કંઈ નથી. સમન્થાએ પીઠ પર YMC નામનું ટૅટૂ કરાવ્યું હતું. સમન્થાએ ‘યે માયા ચેસવા’ ફિલ્મથી લીડ ઍક્ટર તરીકે ૨૦૧૦માં ડેબ્યુ કર્યું હતું. આ એ જ ફિલ્મ હતી જેમાં તે નાગ ચૈતન્યને મળી હતી. ત્યાર બાદ બન્નેએ ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં બન્નેએ ૨૦૧૭માં લગ્ન કરી લીધાં હતાં.
ADVERTISEMENT
સમન્થા અને નાગ ચૈતન્ય ૨૦૨૦માં અલગ થઈ ગયાં હતાં. ૨૦૨૧માં તેમના છૂટાછેડા થયા. ફૅન્સ અટકળો લગાવી રહ્યા છે કે સમન્થાએ આ જ કારણોસર YMC ટૅટૂ કઢાવી નાખ્યું છે. સમન્થા ધીમે-ધીમે પોતાના જીવનમાં આગળ વધી રહી છે.
સમન્થાનું રાજ સાથે ડેઝર્ટ વેકેશન?
હાલમાં સમન્થા રુથ પ્રભુ અબુ ધાબીમાં ડેઝર્ટ વેકેશન માણી રહી છે. આ વેકેશનમાં તેની સાથે કોણ છે એ મામલે અનેક અટકળો ચાલી રહી છે. એ દરમ્યાન સમન્થાનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તેણે સનગ્લાસિસ પહેર્યાં છે, જેને ધ્યાનથી જોવાથી એમાં એક વ્યક્તિનો ચહેરો દેખાઈ રહ્યો છે. હવે એ વ્યક્તિ કોણ છે એને લઈને લોકો કમેન્ટ કરી રહ્યા છે.
લોકો દાવો કરી રહ્યા છે કે આ વ્યક્તિ ફિલ્મમેકર રાજ નિદિમોરુ છે. છેલ્લા કેટલાક સમયથી સમન્થા અને રાજ એકબીજાને ડેટ કરી રહ્યાં છે એવી ચર્ચા છે અને આ ફોટોથી એ ચર્ચાને વેગ મળ્યો છે.

