સમન્થાએ આ પોસ્ટ સાથે કૅપ્શનમાં લખ્યું છે કે ‘સંપૂર્ણ રીતે જાગી રહી છું અને સપનાં જોઈ રહી છું.’
સમન્થા રુથ પ્રભુ
સમન્થા રુથ પ્રભુએ હાલમાં દુબઈમાં એક જ્વેલરી બ્રૅન્ડની લૉન્ચ-ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેણે ગોલ્ડન રંગની શિમરી સાડી પહેરી હતી અને એમાં તે બહુ ગ્રેસફુલ અને સુંદર લાગી રહી હતી. સમન્થાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની તસવીરો શૅર કરી છે. સમન્થા ખૂબ આકર્ષક અને રૉયલ લાગી રહી હતી. સમન્થાએ ઇવેન્ટમાં હાજર પોતાના ચાહકોને નિરાશ ન કર્યા અને તેમની સાથે સેલ્ફી પણ લીધા. સમન્થાએ આ પોસ્ટ સાથે કૅપ્શનમાં લખ્યું છે કે ‘સંપૂર્ણ રીતે જાગી રહી છું અને સપનાં જોઈ રહી છું.’

