તે પોતાના વિડિયોમાં વેઇટલિફ્ટિંગથી લઈને પિલાટેઝ જેવી ફિટનેસ ઍક્ટિવિટી કરતી નજરે ચડે છે.
સમન્થા રુથ પ્રભુ
સમન્થા રુથ પ્રભુ છેલ્લા કેટલાક સમયથી લાઇમલાઇટથી દૂર છે, પણ તેણે હાલમાં ફિટનેસ પ્રત્યેનું પોતાનું સમર્પણ દર્શાવીને ફૅન્સનાં દિલ જીતી લીધાં છે. સમન્થા હંમેશાં ફિટનેસ પર ધ્યાન આપે છે અને એ માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ઇન્ટેન્સ વર્કઆઉટ રૂટીનનો વિડિયો શૅર કર્યો છે જેમાં તે બહુ સરળતાથી ૧૧૦ કિલો વજન ઉઠાવીને લિફ્ટિંગ એક્સરસાઇઝ કરી રહી છે.
આ પહેલાં પણ સમન્થાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફિટનેસના વિડિયો શૅર કરીને ફૅન્સને ઇમ્પ્રેસ કર્યા છે અને પોતાના કમિટમેન્ટનો પુરાવો આપ્યો છે. તે પોતાના વિડિયોમાં વેઇટલિફ્ટિંગથી લઈને પિલાટેઝ જેવી ફિટનેસ ઍક્ટિવિટી કરતી નજરે ચડે છે.
ADVERTISEMENT
સમન્થા ૨૦૨૨માં માયોસાઇટિસ જેવી ઑટોઇમ્યુન કન્ડિશનનો ભોગ બની હતી જેમાં સ્નાયુઓને નુકસાન થાય છે અને એ વાતની સીધી અસર ફિટનેસ પર પડે છે. આ પરિસ્થિતિમાં પણ તેણે ફિટનેસ જાળવી રાખવાનો પડકાર ઝીલી લીધો અને ઍક્ટિવ રહી હતી. સમન્થા પોતાની ફિટનેસ જર્ની દરમ્યાન તેના ડાયટ-પ્લાન્સ, થેરપી-ટેક્નિક્સ અને ફિટનેસ-રૂટીન ફૅન્સ સાથે શૅર કરતી રહે છે.


