સમન્થા રુથ પ્રભુ હાલમાં બાંદરામાં આવેલા તેના જિમ ખાતે જોવા મળી હતી
સમન્થા રુથ પ્રભુનો આ વિડિયો વાઇરલ બન્યો છે
સમન્થા રુથ પ્રભુ હાલમાં બાંદરામાં આવેલા તેના જિમ ખાતે જોવા મળી હતી. આ સમયે ફોટોગ્રાફર્સે તેની તસવીર લેવાનો પ્રયાસ કરતાં તે ગુસ્સે થઈ હતી અને તેનો આ વિડિયો વાઇરલ બન્યો છે. આ વિડિયોમાં સમન્થા જિમ આઉટફિટમાં ફોન પર વાત કરતાં-કરતાં બહાર નીકળી, પણ તેની કાર નજરે ન ચડતાં તે પાછી વળી. આ સમયે ફોટોગ્રાફર્સે તેને ક્લિક કરવાનો પ્રયાસ કરતાં તે બહુ ગુસ્સે થઈ હતી અને ફોટોગ્રાફર્સને કહ્યું કે ‘રુકો જી પ્લીઝ’. જોકે થોડી વાર પછી તે ઘરે જવા માટે તેની કારમાં બેસવા પાછી આવી ત્યારે ફોટોગ્રાફર્સે ફરી વાર તેને ક્લિક કરવાનો પ્રયાસ કરતાં તે ફરી નારાજ થઈ અને કારમાં બેસતી વખતે કહ્યું, ‘સ્ટૉપ ઇટ, ગાય્ઝ...’

