Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાને કરી લીધી સગાઈ? આંગળીમાં વીંટી જોઈ ફૅન્સ થયા ઉત્સુક

સલમાન ખાને કરી લીધી સગાઈ? આંગળીમાં વીંટી જોઈ ફૅન્સ થયા ઉત્સુક

30 November, 2022 02:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IIFAની પ્રેસ કૉન્ફરન્સમાં અભિનેતા સલમાન ખાનની આંગળીમાં વીંટી જોવા મળી હતી, આ પહેલા સલમાનના હાથમાં એ વીંટી ક્યારેય નહોતી દેખાઈ

સલમાન ખાન

સલમાન ખાન


બોલિવૂડની વર્ષની સૌથી હૅપનિંગ ઇવેન્ટ આઇફા ઍવૉર્ડ્સ (IIFA Awards 2022) અબુધાબીમાં થવાના છે. આઇફા 2023 યસ આઇલેન્ડમાં યોજાશે. તે માટે યોજાયેલી પ્રી-મીટમાં અનેક બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. પરંતુ બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાન (Salman Khan) સહુના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેના હાથમાં રહેલી વીંટીએ સહુનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. બાદમાં ફૅન્સ એવું સમજવા લાગ્યા હતા કે સલમાન ખાને સગાઈ કરી લીધી છે. જોકે, આ ખુશી ક્ષણભરની જ હતી.


સલમાન ખાને આ ઇવેન્ટમાં ગ્રીન શર્ટને ગ્રે સૂટ સાથે સ્ટાઇલ કર્યો હતો. જોકે, આ ડેશિંગ લૂક કરતા પણ સહુનું ધ્યાન અભિનેતાના હાથની વીંટી પર હતું. તેણે લકી બ્રેસલેટ તપ ડહેર્યું જ હતું પણ આ વીઁટી પણ પહેરી હતી. અભિનેતાએ તેની મિડલ આંગળીમાં પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવી વીંટી પહેરી હતી. આ સલમાનની લકી રિંગ છે, જેના વિશે સોશ્યલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો ચાલી રહી છે. કેટલાક યુઝર્સ આને લકી માની રહ્યા છે તો કેટલાક લોકો સગાઈને લઈને પણ અટકળો કરી રહ્યાં છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ વીંટીની તસવીરો જોયા પછી, સલમાન ખાનના ફૅન્સે અનેક અટકળો લગાવવાનું શરુ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું કે ‘સલમાન ખાન ખૂબ નસીબદાર છે, શું તેને કોઈ લકી વસ્તુ પહેરવાની જરૂર છે!’. તો કેટલાક યુર્ઝસ કહી રહ્યાં છે કે, ‘પિતા સલીમ ખાને આ વીંટી સલમાનને આપી છે, કારણ કે તેણે તે તેના તમામ બાળકોને આપી છે’.


કેટલાક યુઝર્સે અભિનેતાની સગાઈ થઈ હોવાની ચર્ચાઓ શરુ કરી હતી. પરંતુ જ્યારે તેમણે ધ્યાનથી જોયું ત્યારે ખબર પડી કે, આ વીંટી તો મિડલ ફિંગરમા હતી અણે રિંગ ફિંગરમાં નહીં. આ બાબતે ધ્યાન જતા જ આશાઓ પળવારમાં તૂટી ગઈ હતી. એક હવે આ લકી રિંગની વાસ્તવિક વાર્તા શું છે? અભિનેતાને તેના પિતાએ વીંટી ભેટમાં આપી છે કે નહીં? આ સવાલોના જવાબ ફક્ત સલમાન ખાન જ આપી શકે છે. પણ હા, સલમાન ખાનની આ રિંગે સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2022 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK