આવતા વર્ષે ઈદ દરમ્યાન આ ફિલ્મ રિલીઝ થવાની છે
સલમાનનો સિકંદરનો લુક
સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ મંગળવારે શરૂ કરે એવી શક્યતા છે. એ પહેલાં તેનો નવો લુક જોવા મળ્યો છે. મ્યુઝિક-ડિરેક્ટર સાજિદ ખાને સલમાન સાથેનો ફોટો શૅર કર્યો છે. એ જોઈને લાગે છે કે કદાચ આ સલમાનનો નવો લુક હોઈ શકે. આ બન્ને સલમાનના પનવેલમાં આવેલા ફાર્મહાઉસમાં હતા. ‘સિકંદર’ની વાત કરીએ તો એ ફિલ્મમાં રશ્મિકા મંદાના જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ એરિયલ-ઍક્શન સીક્વન્સથી શરૂ થવાનું છે. ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આવતા વર્ષે ઈદ દરમ્યાન આ ફિલ્મ રિલીઝ થવાની છે.

