સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’ના પોતાના કૅરૅક્ટરને લઈને ઇન્ટ્રોડક્શન આપતો વિડિયો શૅર કરવામાં આવ્યો હતો.
સલમાન ખાન
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’ના પોતાના કૅરૅક્ટરને લઈને ઇન્ટ્રોડક્શન આપતો વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. એને લોકોએ ખૂબ પસંદ કર્યો છે એથી તે ખુશ થયો છે. ‘ટાઇગર 3’ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ દિવાળી દરમ્યાન હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. અગાઉ ‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝિન્દા હૈ’ રિલીઝ થઈ હતી. એની જ ફ્રૅન્ચાઇઝી છે ‘ટાઇગર 3’. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ અને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તેની સાથે કૅટરિના કૈફ પણ જોવા મળવાની છે. લોકોના રીઍક્શનને લઈને સલમાને કહ્યું કે ‘મને ટાઇગરની ફ્રૅન્ચાઇઝી પર ગર્વ થાય છે. ટાઇગરને ન માત્ર માર ફૅન્સેથી પરંતુ વિશ્વના દર્શકોએ પણ દસ વર્ષથી અતિશય પ્રેમ આપ્યો છે. મને ખુશી છે કે મારું પાત્ર વિશ્વભરના લોકોને જોડે છે. અમે જ્યારે ‘ટાઇગર 3’ના માર્કેટિંગ પ્લાનની ચર્ચા કરવાની શરૂઆત કરી ત્યારે અમને વિચાર આવ્યો કે ફ્રૅન્ચાઇઝી સાથે જોડાયેલી લોકોની જૂની યાદોને તાજી કરવામાં આવે. ‘ટાઇગર કા મેસેજ’ એનો જ એક ભાગ છે. તમે એ વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાં ‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝિન્દા હૈ’નાં કેટલાંક ફુટેજિસ જોવા મળશે. એમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે ટાઇગરે પોતાની લાઇફ અને ફૅમિલીની પરવા કર્યા વગર દેશ માટે સમર્પણ આપ્યું છે. આના દ્વારા અમે લોકોને જણાવવા માગીએ છીએ કે ટાઇગર કોણ છે અને તેનું કૅરૅક્ટર કેવું છે. તે નિઃસ્વાર્થ એજન્ટ છે. મને એ વાતની ખુશી છે કે અમારા આ કૅમ્પેનની શરૂઆતમાં જ લોકોએ પ્રેમ આપ્યો. હવે લોકોને ટ્રેલર દેખાડવા માટે ઉત્સુક છું.’


