આસામમાં આવેલા ભયાનક પૂરે રાજ્યમાં ભારે તબાહી મચાવી છે. હવે અનેક લોકો અને સંસ્થાઓ મદદ માટે આગળ આવ્યાં છે જેમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે સલમાન એક સંસ્થા સાથે મળીને પૂરપીડિતો માટે પાંચસો સેમી-પર્મનન્ટ ઘર બનાવવામાં મદદ કરી રહ્યો છે.
સલમાન ખાન

સલમાનની સંસ્થા ‘બીઇંગ હ્યુમન’ અગાઉ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવાનું કામ કરી ચૂકી છે. હવે મળતી માહિતી મુજબ રાહત-અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે જેમાં લોકોના પુનર્વસન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દાયકાના સૌથી ગંભીર પૂરની સ્થિતિનો સામનો કરી રહેલા આસામમાં હવે ઘરવિહોણા પરિવારો માટે ઘર તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ સિખ્સ નામની સંસ્થાના સ્થાપક અમરપ્રીત સિંહે સલમાનને જણાવ્યું હતું કે તેઓ વાંસ અને ટિનની છતથી બનેલાં સેમી-પર્મનન્ટ ઘર બનાવવાની યોજના બનાવી રહ્યા છે જે પૂરથી સુરક્ષિત રહેશે. દરેક ઘરની કિંમત ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા વચ્ચે રહેશે. સલમાન તરત જ આ સંસ્થા સાથે જોડાઈ ગયો અને બન્નેએ મળીને પાંચસો ઘર બનાવવાનો નિર્ણય લીધો.