Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચંડીગઢ કોર્ટે બીઇંગ હ્યુમન જ્વેલરી કેસમાં સલમાનને ફટકારી નોટિસ

ચંડીગઢ કોર્ટે બીઇંગ હ્યુમન જ્વેલરી કેસમાં સલમાનને ફટકારી નોટિસ

Published : 27 August, 2026 02:40 PM | IST | Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચંડીગઢ જિલ્લા અદાલતે કથિત છેતરપિંડીની ફરિયાદના કેસમાં સલમાન ખાન, અલવીરા ખાન અગ્નિહોત્રી, બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન અને અન્યને નોટિસ ફટકારી છે. તમામ પક્ષકારોને ૫ ઑક્ટોબરે અદાલતમાં હાજર રહેવાનો આદેશ અપાયો છે.

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાન માટે સમસ્યા સર્જાઈ ગઈ છે. ચંડીગઢ જિલ્લા અદાલતે સલમાન ખાન, તેની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી, બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન અને સ્ટાઇલ ક્વૉશન્ટ જ્વેલરી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સને નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી ફરિયાદી અરુણ ગુપ્તાએ કરેલી કથિત છેતરપિંડીની ફરિયાદના કેસમાં કરવામાં આવી છે. કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદીએ ફરિયાદ દાખલ કરી હોવાથી ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ ૨૨૩ હેઠળ આ નોટિસ મોકલવામાં આવી રહી છે. કોર્ટે તમામ પક્ષોને પાંચમી ઑક્ટોબરે સવારે ૧૦ વાગ્યે વ્યક્તિગત રીતે અથવા પોતાના વકીલ મારફતે અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 02:40 PM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK