પ્રભુ દેવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે
‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ નો કિસિંગ સીન
સલમાન ખાને સ્વીકાર્યું છે કે ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’માં તેણે દિશા પટાણીને નહીં પરંતુ ટેપને કિસ કરી છે. આવી રીતે તેની નો કિસિંગ પૉલિસી પણ જળવાઈ રહી છે. પ્રભુ દેવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં સલમાન અને દિશાની કેમિસ્ટ્રી ગજબની છે. ફિલ્મના મેકિંગ વિડિયોમાં દિશા સાથેના કિસિંગ સીન વિશે સલમાને કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં એક કિસ તો જરૂર છે. દિશાની સાથે નથી. ટેપ પર કિસ કરી છે.’
દિશાની પ્રશંસા કરતાં સલમાને કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં તેણે ખૂબ સરસ કામ કર્યું છે અને તે ખૂબ સુંદર દેખાય છે. અમે બન્ને એક ઉંમરના દેખાઈએ છીએ. તે મારી ઉંમરની નથી દેખાતી, પરંતુ હું તેના જેવો દેખાઉં છું.’

