તેની આગામી ફિલ્મ ‘અગ્નિ’માં તે ફાયરફાઇટરના રોલમાં દેખાશે.
સૈયામી ખેર
સૈયામી ખેરને પોતાને પડકાર આપવાનું ગમે છે. તે એવા રોલ કરવા માગે છે જે તેને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવે. આવાં પાત્રો ભજવવાથી તેને સંતુષ્ટિ મળે છે. તેણે ‘મિર્ઝયા’, ‘ઘૂમર’, ‘સ્પેશ્યલ ઑપ્સ’ અને ‘બ્રીધ’માં કામ કર્યું છે. તેની આગામી ફિલ્મ ‘અગ્નિ’માં તે ફાયરફાઇટરના રોલમાં દેખાશે. ચૅલેન્જિંગ રોલ કરવા વિશે સૈયામી કહે છે કે ‘અત્યાર સુધી સ્ટ્રૉન્ગ રોલ ભજવવાની મને જે તક મળી છે એની હું ખૂબ આભારી છું. એવા રોલ માટે મને ઓળખ મળી એ જ મને સંતુષ્ટિ આપે છે જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે છે. સાથે જ જેમાં ફિઝિકલી અને ઇમોશનલી ઊંડા ઊતરવું પડે છે એવા રોલ કરવાનું મને ગમે છે અને એ જ મને ચૅલેન્જ આપે છે. બદલામાં મને પણ સામે તો કાંઈક શીખવા મળે છે. મારો હંમેશાં એવો પ્રયાસ રહે છે કે હું એ પાત્રમાં ખોવાઈ જાઉં. એક ઍક્ટર તરીકે મારી જર્ની દરમ્યાન હું સતત શીખતી રહી છું. ઍક્ટિંગ એ શક્તિશાળી માધ્યમ છે એથી લોકો જ્યારે મારી પાસે આવીને એમ કહે છે કે મારી ફિલ્મે તેમને પ્રેરિત કર્યા કે પછી કાંઈક શીખવા મળ્યું ત્યારે મને ખૂબ સારું લાગે છે. મારા માટે એ જ મોટી સફળતા છે.’

