પ્રિયદર્શનની થ્રિલર ફિલ્મમાં વિલનના પાત્રમાં જોવા મળશે એવી ચર્ચા છે
સૈફ અલી , બૉબી દેઓલ
પ્રિયદર્શનની થ્રિલર ફિલ્મમાં સૈફ અલી ખાનનો સામનો હવે બૉબી દેઓલ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન જોઈ નહીં શકનાર વ્યક્તિના પાત્રમાં જોવા મળશે. જોકે હવે આ ફિલ્મમાં વિલનના પાત્ર માટે બૉબી દેઓલને ઑફર થઈ છે. તેને આ પાત્ર પસંદ પડ્યું છે. જોકે ફિલ્મનું શૂટિંગ જુલાઈમાં શરૂ થવાનું છે અને સ્ટાર્ટ-ટુ-ફિનિશ શેડ્યુલ રાખવામાં આવ્યું છે. ૩૫ દિવસના આ શેડ્યુલ દ્વારા ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટની શરૂઆતમાં પૂરું કરવાનું પ્લાનિંગ છે. બૉબી અન્ય ફિલ્મોમાં પણ કામ કરી રહ્યો છે. આથી તેના માટે તારીખોની સમસ્યા થઈ રહી છે. જોકે ફિલ્મનો વિષય પસંદ પડ્યો હોવાથી તે સમય કાઢવા માટે કોશિશ કરી રહ્યો છે. આ દરમ્યાન પ્રિયદર્શન ફિલ્મના પ્રોડક્શનનું કામ પૂરું કરશે અને આગામી બે અઠવાડિયાંમાં ફિલ્મની જાહેરાત કરવામાં આવશે એવી ચર્ચા છે.