દીકરી રાશાને આ ટિપ આપીને રવીના ટંડને ઉઇ અમ્મા ડાન્સ માટે તૈયાર કરી હતી. રવીના ટંડનની દીકરી રાશા થડાણી પોતાની પહેલી ફિલ્મ ‘આઝાદ’ના ગીત ‘ઉઇ અમ્મા’માં પોતાના ડાન્સથી બધાનાં દિલ જીતી ચૂકી છે.
રવીના ટંડન અને દીકરી રાશા થડાણી
રવીના ટંડનની દીકરી રાશા થડાણી પોતાની પહેલી ફિલ્મ ‘આઝાદ’ના ગીત ‘ઉઇ અમ્મા’માં પોતાના ડાન્સથી બધાનાં દિલ જીતી ચૂકી છે. માત્ર ૧૯ વર્ષની વયે ફિલ્મમાં ડેબ્યુ કરનાર રાશાએ પોતાની સુંદરતા અને એનર્જીથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. રાશાનું આ ગીત સુપરહિટ બની ગયું છે ત્યારે એક ઇન્ટરવ્યુમાં રાશાએ આ ગીત માટે તેણે કરેલી તૈયારી વિશે વાત કરી હતી.
રાશાએ આ ગીત વિશે કહ્યું હતું કે ‘હું આ ગીતમાં મારા પર્ફોર્મન્સનું શ્રેય કોરિયોગ્રાફર બૉસ્કો માર્ટિસને આપું છું. તેમણે અને તેમની ટીમે મને સારી રીતે માર્ગદર્શન આપ્યું જેના કારણે હું આ ગીતમાં સારી રીતે પર્ફોર્મન્સ આપી શકી હતી. તેમણે મને બહુ સારો ક્રીએટિવ સપોર્ટ આપ્યો અને યોગ્ય ડિરેક્શન આપ્યું.’
આ ગીતને સારી રીતે ન્યાય આપવામાં મમ્મી રવીના ટંડનની હેલ્પ વિશે વાત કરતાં રાશાએ જણાવ્યું હતું કે ‘મારા ડેબ્યુ સૉન્ગમાં હું સારી રીતે એક્સપ્રેશન આપું એ માટે મારી મમ્મીએ બહુ મહત્ત્વની ટિપ્સ આપી છે. તેમણે મને રેખા, સરોજ ખાન અને સાધના જેવા ગ્રેટ ડાન્સર્સના ડાન્સ જોવાની અને એમાંથી શીખીને શક્ય એટલી સારી રીતે એક્સપ્રેશન આપવાની ટ્રેઇનિંગ આપી. મને આજે પણ સાધનાના ફેમસ સૉન્ગ ‘ઝુમકા ગિરા રે’ના જબરદસ્ત હાવભાવ યાદ છે.’

