મોટી વયે પણ રેશમા થડાણી લેટેસ્ટ સ્ટાઇલના આઉટફિટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં
રાશા તેની દાદી રેશમા થડાણી સાથે જાહેરમાં ક્લિક થઈ
રવીના ટંડન ભલે ફિલ્મોમાં જોવા ન મળતી હોય, પણ આજે પણ તે ગજબની ખૂબસૂરત લાગે છે. હવે તો રવીનાની દીકરી રાશાની પણ બૉલીવુડમાં એન્ટ્રી થઈ ગઈ છે. હાલમાં રાશા તેની દાદી રેશમા થડાણી સાથે જાહેરમાં ક્લિક થઈ હતી. મોટી વયે પણ રેશમા થડાણી લેટેસ્ટ સ્ટાઇલના આઉટફિટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. રાશાએ દાદીનો હાથ પકડી રાખ્યો હતો અને તે તેમને સંભાળીને કાર સુધી લઈ ગઈ હતી. આ આઉટિંગ વખતે રાશાએ સિમ્પલ જીન્સ-ટૉપ પહેરવાનું પસંદ કર્યું હતું અને સાથે હાથમાં કાળો દોરો તેમ જ પગમાં ઑફ વાઇટ સૅન્ડલ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ આઉટિંગમાં રાશા અને રેશમાની જોડી દાદી-પૌત્રીની પર્ફેક્ટ જોડી લાગતી હતી.


