પ્રીતિ જાંગિયાણીએ તેની કરીઅરની શરૂઆત ઍડ ફિલ્મ્સ દ્વારા કરી હતી. ત્યાર બાદ તેણે રાજશ્રી પ્રોડક્શનના આલબમ ‘યે હૈ પ્રેમ’માં કામ કર્યું હતું

ફાઇલ તસવીર
પ્રીતિ જાંગિયાણીએ તેની કરીઅરની શરૂઆત ઍડ ફિલ્મ્સ દ્વારા કરી હતી. ત્યાર બાદ તેણે રાજશ્રી પ્રોડક્શનના આલબમ ‘યે હૈ પ્રેમ’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તે નિમા સૅન્ડલ શૉપની ઍડમાં આવી હતી. ઢગલાબંધ ઍડમાં કામ કર્યા બાદ તેણે સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. ૨૦૦૦ના વર્ષમાં આવેલી શાહરુખ ખાનની ‘મોહબ્બતેં’ દ્વારા તેણે બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે બૉલીવુડ અને સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ૨૦૦૬માં ‘વિથ લવ તુમ્હારા’ના સેટ પર પ્રવીણ દબાસને મળી હતી અને તેમણે ૨૦૦૮માં લગ્ન કર્યાં હતાં, તેમને બે બાળકો છે.
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
એકદમ શાંત, એકત્રિત કરનારી, જલદી ખુશ થઈ જનારી, આશાવાદી અને પીસફુલ.
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
મારી નિકટના લોકો સફળ થાય એનાથી મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે અને એ લોકોને ખોવાનો મને ખૂબ ડર છે.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
મારા પતિને. કોઈ પણ બીચવાળી જગ્યાએ, કારણ કે અમને બન્નેને બીચ ખૂબ ગમે છે.
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
કપડાં પર. જોકે મારી સ્ટાઇલ કૅઝ્યુઅલ, સ્ટ્રીટ સ્ટાઇલ અને બ્રૅન્ડ્સની મિક્સ છે.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
એકદમ નૅચરલ અને ચાર્મિંગ રહેવાથી મારું અટેન્શન ઑટોમૅટિક મેળવી
શકાય છે.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
મારી એટલી જ ઇચ્છા છે કે લોકો મને એ રીતે ઓળખે કે હું એકદમ ઉદારદિલ છું.
ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા સ્પેશ્યલ વસ્તુ કઈ?
એવા તો ઘણા બધા લોકો છે, પરંતુ એક ફૅન મને મળવા આવ્યો હતો અને મારી સાથે લગ્ન કરવા માગતો હતો. મેં તેને સૉરી કહ્યું એટલે તેણે મને રાખડી આપીને એ તેને બાંધવાનું કહ્યું.
તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
ટૅલન્ટ ક્યારેય યુઝલેસ નથી હોતી. હું પિયાનો પર કેટલાંક સૉન્ગ પ્લે કરી
શકું છું.
પહેલી જૉબ કઈ હતી?
હૉલમાર્ક કાર્ડ્સ માટે મેં ઍડ્વર્ટાઇઝિંગ કર્યું હતું. મને એને માટે ૫૦૦૦ રૂપિયા મળ્યા હતા.
ફેવરિટ કપડાં કયાં છે જે હજી સાચવી રાખ્યાં છે?
મારી ઘણી સાડી. મને એ ખૂબ પસંદ છે.
સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
સ્કૂબા ડાઇવિંગ અને બન્જી જમ્પિંગ.
એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?
હું ખૂબ ડૅરિંગવાળી છું એ વાતને મેં મિસ્ટરી બનાવી રાખી છે.