Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શૂઝ અને પરફ્યુમનો ગજબનો શોખ છે સઈ માંજરેકરને

શૂઝ અને પરફ્યુમનો ગજબનો શોખ છે સઈ માંજરેકરને

17 September, 2023 05:46 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

સઈ માંજરેકરે ચાઇલ્ડ ઍક્ટર તરીકે પિતા મહેશ માંજરેકરની ફિલ્મમાં કામ કર્યું હતું

ફાઇલ તસવીર રૅપિડ ફાયર

ફાઇલ તસવીર


સઈ માંજરેકરે ચાઇલ્ડ ઍક્ટર તરીકે પિતા મહેશ માંજરેકરની ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેના પાત્રનું નામ કુશી હતું અને ત્યાર બાદ તેણે સલમાન ખાનની ‘દબંગ 3’માં ખુશી તરીકે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બાદ તેણે તેલુગુ ફિલ્મ ‘ગની’ દ્વારા સાઉથમાં ડેબ્યુ કર્યું હતું. એમાં તેની સાથે વરુણ તેજે કામ કર્યું હતું. સંદીપ યુનિક્રિષ્નનની બાયોપિક ‘મેજર’માં સઈએ અદિવી સેશ સાથે કામ કર્યું હતું. આ સાથે જ તેણે વિશાલ મિશ્રાના ગીત ‘માંજા’ અને બી પ્રાકના ગીત ‘દુનિયા’માં પણ કામ કર્યું છે. તે હાલમાં ગુરુ રંધાવા સાથે ‘કુછ ખટ્ટા હો જાએ’ અને અન્ય એક ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’માં કામ કરી રહી છે.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
કાઇન્ડ, એમ્પથેટિક, ફની, સિન્સિયર અને જરાક મેસી પણ છું.


ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
મારી બિલાડીથી મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે. હું આખો દિવસ બહાર હોઉં અને જ્યારે ઘરે જાઉં ત્યારે તેને જોઈને ચહેરા પર સ્માઇલ આવી જાય છે. ગરોળી અને સ્નેકથી મને ખૂબ ડર લાગે છે.


સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું ઍક્સેસેસરીઝ અને ખાસ કરીને બૅગ્સ, શૂઝ અને પરફ્યુમ પાછળ ખૂબ પૈસા ખર્ચ કરું છું. એ મારું ગિલ્ટી પ્લેઝર છે.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
હાર્મફુલ રીતે નહીં, પરંતુ થોડા મીન જોક્સ કરનાર વ્યક્તિ તરત મારું અટેન્શન મેળવી શકે છે. કારણ કે તે મારામાં કુતૂહલ ઊભું કરે છે.


તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
હું હંમેશાં લોકોને કાઇન્ડનેસથી ટ્રીટ કરું છું. મારું મૂડ ખરાબ હોય કે પછી ગમે એવું હોય, હું તેમને સારી રીતે ટ્રીટ કરું છું અને એનાથી જ લોકો મને યાદ રાખે એવી મારી ઇચ્છા છે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા સ્પેશ્યલ વસ્તુ કઈ?
અમે આગરામાં શૂટિંગ કરી રહ્યાં હતાં. ત્યાં એક આર્ટિસ્ટ આવ્યો અને તેણે મને મારા પહેલા ટ્રેલર-લૉન્ચનું ફોટોશૂટ કરેલું પિક્ચર આપ્યું હતું એ મારા માટે ખૂબ સ્પેશ્યલ હતું.

તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
હું મારા નેક દ્વારા સિટી મારી શકું છું. નૉર્મલી લોકો સિટી મારે એ રીતે નહીં, પરંતુ મારા અવાજ દ્વારા પણ હું સિટી મારી શકું છું. આ થોડું એક્સપ્લેન કરવું મુશ્કેલ છે.

પહેલી જૉબ કઈ હતી?
હું આઠ વર્ષની હતી ત્યારે મેં પપ્પા સાથે તેમની ફિલ્મમાં ચાઇલ્ડ ઍક્ટર તરીકે કામ કર્યું હતું.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી સાચવી રાખ્યાં હોય?
મારી મમ્મી જ્યારે પણ ટ્રાવેલ કરતી ત્યારે તેઓ એક સ્કાર્ફ સાથે રાખતાં હતાં એને મેં હજી સાચવી રાખ્યું છે.

સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મારા બકેટ-લિસ્ટમાં ઘણું છે, પરંતુ હજી સુધી મેં એટલું ડૅરિંગવાળું કામ નથી કર્યું. જોકે મેં સૌથી ડરામણી રોલર કોસ્ટર રાઇડ કરી છે.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?
હું મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સ માટે કેવી વ્યક્તિ છું એ મારા દિલની ખૂબ નજીક છે અને મેં એને ખૂબ સાચવી રાખી છે. હું મારા ખાસ વ્યક્તિઓ સાથે કેવી છું એ હું પબ્લિક સામે કે કોઈની સામે લાવવા નથી માગતી અને એટલે એને મિસ્ટરી કહી શકાય.

17 September, 2023 05:46 PM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK