શુક્રવારે રિલીઝ થયેલી રાની મુખરજીની ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’એ પહેલા દિવસે ૧.૨૭ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બંગાળી કપલની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત છે.

રાનીની ફિલ્મે પહેલા દિવસે ૧.૨૭ કરોડ અને ‘ઝ્વિગાટો’એ ૪૨ લાખનો કર્યો બિઝનેસ
શુક્રવારે રિલીઝ થયેલી રાની મુખરજીની ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’એ પહેલા દિવસે ૧.૨૭ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બંગાળી કપલની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે પોતાનાં બાળકોને પાછાં મેળવવા માટે એક માતા કઈ રીતે એક દેશ વિરુદ્ધ લડત ચલાવે છે. આ ફિલ્મને આશિમા છિબ્બરે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રાની સાથે જિમ સર્ભ, નીના ગુપ્તા અને અનિરબાન ભટ્ટાચાર્ય લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. હવે વાત કરીએ નંદિતા દાસની ફિલ્મ ‘ઝ્વિગાટો’ની તો એણે રિલીઝના પહેલા દિવસે માત્ર ૪૨ લાખનું કલેક્શન કર્યું છે. ફિલ્મમાં કપિલ શર્મા લીડ રોલમાં છે. એને જોતાં આ કલેક્શન ખૂબ ધીમું છે. ફિલ્મની સ્ટોરી ફૂડ ડિલિવરીમૅનની છે. તેને કેવા પ્રકારની તકલીફમાંથી પસાર થવું પડે છે એ એમાં દેખાડાયું છે. હંમેશાં કૉમેડી કરતો કપિલ આ ફિલ્મમાં ગંભીર રોલમાં દેખાઈ રહ્યો છે. વીક-એન્ડમાં આ બન્ને ફિલ્મોના બિઝનેસમાં વધારો થાય એવી આશા છે.